દુનિયામાં સૌથી વધુ ફાંસીની સજા આપનારા દેશોમાંથી એક દેશ છે ઈરાન. ઈરાને વર્ષ 2024માં 901 લોકોને ફાંસીની સજા ફટકારી હતી. જેમાં 31 મહિલાઓ પણ સામેલ હતી. ગતવર્ષે ડિસેમ્બરેમાં એક સપ્તાહમાં જ 40 લોકોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. યુએન હ્યુમન રાઈટ્સ અનુસાર, ગતવર્ષે જેમને ફાંસીની સજા સાંભડાવવામાં આવી છે, તેમાં સૌથી વધુ નશીલા પદાર્થો અને અને 2022માં મહસા અમીનીની મોત બાદ દેશભરમાં દેખાવો કરનારા દેખાવકારોનો સમાવેશ થાય છે. ઈરાનની સુપ્રીમ કોર્ટમાં એક હુમલાખોર ઘૂસી બે જજની ખુલ્લેઆમ ગોળી મારી હત્યા કરી છે. શનિવારના રોજ થયેલા આ હુમલામાં એક ગાર્ડ પણ ઘાયલ થયો હતો. હુમલાખોરે જજને ગોળી માર્યા બાદ પોતાને પણ ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ હુમલામાં જસ્ટિસ મૌલવી મોહમ્મદ મોગીસેહ અને જસ્ટિસ અલી રજનીની હત્યા કરી હતી. આ બંને જજ પોતાના આકરા વલણ માટે જાણીતા હતા. અને લોકોમાં તેમની ઓળખ ‘હેંગમેન’