બાંગલાદેશની ઘૂસણખોર બંગાળમાં સરપંચ બની.?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

[responsivevoice_button voice="Hindi Female"]

બંગાળના હરિશ્ચંદ્રપુર બ્લોક 1ની રાશિદાબાદની શાસક પક્ષ TMCની એક સરપંચ લવલી ખાતૂન પર બાંગ્લાદેશી ઘૂસણખોર હોવાનો તેમજ બનાવટી દસ્તાવેજો દ્વારા ભારતીય નાગરિકતા મેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
રેહાના સુલ્તાનાએ લવલી ખાતૂન વિરુદ્ધ કલકત્તા હાઈકોર્ટમાં અરજી કરી છે અને લવલી ખાતૂન પર આરોપ લગાવ્યા છે કે તેમણે નકલી પ્રમાણપત્ર બનાવી કોંગ્રેસ વતી કથિત રીતે ચૂંટણી લડી અને ટીએમસીના સમર્થનથી સરપંચપદ જીત્યું છે. કોલકાતા હાઈકોર્ટે આ આરોપો અંગે સબ ડિવિઝનલ ઓફિસર પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
આ અંગે સુલ્તાનાના વકીલ અમલાન ભાદુરીએ જણાવ્યું હતું કે, ‘અરજદાર રેહાના સુલ્તાનાએ ટીએમસીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી પરંતુ કોંગ્રેસ અને ડાબેરી ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર લવલી ખાતૂન સામે તેઓ હારી ગઈ હતી. ખાતૂન ચૂંટણી જીત્યાના એક-બે મહિનાની અંદર, તે ટીએમસીમાં જોડાઈ ગઈ હતી.
મીડિયા સાથે વાત કરતા, અમલાન ભાદુરીએ કહ્યું કે, ‘લવલી ખાતૂનનું અસલી નામ નાસિયા શેખ છે અને તે બાંગ્લાદેશી ઈમિગ્રન્ટ છે જે પાસપોર્ટ વિના ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી. આ સાથે તેમણે આરોપ લગાવ્યો કે વર્ષ 2015માં ખાતૂનના નામે આધાર કાર્ડ જારી કરવામાં આવ્યું હતું અને 2018માં જન્મ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત અમલાન ભાદુરીએ જણાવ્યુ છે કે લવલી ખાતૂને ચૂંટણી માટે પોતાની યોગ્યતા સાબિત કરવા માટે તેના આધાર કાર્ડ, મતદાર કાર્ડ અને OBC સ્ટેટસ જેવા નકલી દસ્તાવેજો ઊભા કર્યા છે. અને વધુમાં જણાવતા કહ્યું કે અમને સ્થાનિક લોકો પાસેથી એ પણ જાણવા મળ્યું કે ખાતૂન પડોશી ગામમાં ગઈ હતી ત્યાં એક વ્યક્તિને તેના પિતાનું નામ જણાવવાનું કહેવામાં આવ્યું. બધા જાણે છે કે તેના પિતાનું નામ શેખ મુસ્તફા નહીં પણ જમીલ બિશ્વાસ છે, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરમાં પણ શેખ મુસ્તફાના પરિવારમાં લવલીનો કોઈ ઉલ્લેખ નથી.

Leave a Comment

और पढ़ें

[the_ad_group id="44"]