જામનગરના પ્રખ્યાત બિલ્ડર અને સમાજસેવી મેરામણભાઈ પરમાર (ઉંમર 55)નું ગઈકાલે રાત્રે 9 વાગ્યે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. જામનગરના રોયલ સ્ટાઇલમાં રહેતા મેરામણભાઈ પરમાર એક સફળ બિલ્ડર અને ધર્મનિષ્ઠ વ્યક્તિ તરીકે જાણીતા હતા.
તેમણે જામનગરમાં અનેક રહેણાંક અને વ્યાપારિક કોમ્પ્લેક્સનું નિર્માણ કર્યું હતું, જેમાં તાજેતરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા પદમ બેન્કવેટ હોલનો સમાવેશ થાય છે. શહેરના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનાર મેરામણભાઈએ અનેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને દાન આપ્યું હતું. તેમના અકાળ અવસાનથી જામનગરનું બિલ્ડર જગત સ્તબ્ધ થઈ ગયું છે અને શહેરમાં શોકની લહેર ફરી વળી છે. તેમની કારીગરી અને ડિઝાઇન માટે જાણીતી ઇમારતો તેમની યાદગાર તરીકે શહેરમાં હંમેશા જીવંત રહેશે.
મેરામણ ભાઈ પરમાર ખૂબ સંઘર્સ કરીને પોતાનું નામ કર્યું હતું તેઓ જામનગર અને સમગ્ર ગુજરાતનાં યુવાનો માટે પ્રેરણા શ્રોત રહેશે.