સંસદમાં આજે હોબાળો થતાં વાતાવરણ ગરમાયું છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ભાજપના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીને ધક્કો મારી પાડી દેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે, રાહુલે સ્પષ્ટતા કરી હતી કે, અમને અંદર જતા અટકાવવામાં આવ્યા હતા અને ત્યાં ધક્કા-મુક્કી થઈ ગઈ હતી. રાહુલે કહ્યું કે, ભાજપના સાંસદો મને ધક્કો મારી રહ્યા હતાં અને ધમકી આપી રહ્યા હતાં. અમે લોકો સીઢી પર ઊભા હતાં. કેમેરામાં બધું કેદ છે. ખડગેજી સાથે પણ ધક્કા-મુક્કી કરવામાં આવી.
આજે સંસદમાં ભાજપ અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. જે બાદ બંને પક્ષના નેતાઓ એક બીજા પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે. ભાજપ સાંસદ પ્રતાપ સારંગીને હોસ્પિટલઆમ દાખલ કરવામાં આવ્યા છે. ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધીએ તેમને ધક્કો માર્યો હતો. હવે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ ભાજપ પર આરોપ લગાવ્યા છે. ખડગેએ તપાસની માંગ સાથે સ્પીકરને પત્ર લખતા કહ્યું છે, કે ‘ભાજપ સાંસદોએ ધક્કો મારતા મારા ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેમાં પહેલેથી સર્જરી કરવામાં આવી છે. ઈજાના કારણે મારે જમીન પર બેસી જવું પડ્યું હતું.
સંસદમાં ધક્કા-મુક્કીના મામલે વિપક્ષ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, સંસદમાં પ્રવેશ કરતાં સમયે સત્તાધારી પાર્ટી ભાજપના સાંસદો તરફથી કથિત રીતે કોંગ્રેસના સાંસદોને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી કે, અમે લોકો મકર દ્વારથી અંદર જઈ રહ્યા હતાં. ત્યાં ભાજપના લોકો ઊભા હતાં અને અંદર જવાથી રોકી રહ્યા હતાં. ઘટનાસ્થળે ધક્કા-મુક્કી થવા લાગી અને લોકો પડી ગયાં. આ લોકો બંધારણ પર આક્રમણ કરી રહ્યા છે અને આંબેડકરનું અપમાન કરી રહ્યા છે. મુખ્ય મુદ્દો છે કે, તેઓ બંધારણ પર આક્રમણ કરી રહ્યા છે.
રાહુલે ભાજપના સાંસદો પર પ્રવેશ દ્વાર પર રોકવાનો આરોપ લગાવ્યો છે. રાહુલનું કહેવું છે કે, લોકો મને ધક્કો મારી રહ્યા હતાં અને ધમકી આપી રહ્યા હતાં. અમે લોકો સીઢી પર ઊભા હતાં. કેમેરામાં બધું કેદ છે. ખડગેજી સાથે પણ ધક્કા-મુક્કી કરવામાં આવી. જોકે, અમને ધક્કા-મુક્કીથી કંઈ નથી થતું. ભાજપ સાંસદ અમને સંસદમાં જવાથી રોકી નહીં શકે.
વળી, ભાજપ સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીએ આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો અને સાંસદ આવીને મારા પર પડ્યો, જેનાથી મારા માથા પર ઈજા થઈ. સારંગીને હાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ભાજપના નેતા તેમની ખબર અંતર પૂછવા જઈ રહ્યા છે.
બીજી બાજુ, વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ કહ્યું, ખડગે સાથે ધક્કા-મુક્કી કરવામાં આવી છે. કેમેરામાં બધું કેદ છે.
ઇન્ડિયા જૂથના સાંસદોએ આજે સંસદમાં વિરોધ માર્ચ કાઢી રહ્યા છે. હકીકતમાં, બે દિવસ પહેલાં રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ડૉ. બી. આર. આંબેડકરને લઈને નિવેદન આપ્યું હતું, જ્યારબાદ વિપક્ષે ભાજપ પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું અને આંબેડકરના અપમાનનો આરોપ લગાવ્યો હતો. વિરોધમાં શાહના રાજીનામાંની પણ માંગ કરવામાં આવી રહી છે. ગુરૂવારે ઇન્ડિયા જૂથના નેતા સંસદમાં માર્ચ કાઢી હતી. આ લોકો આંબેડકરની પ્રતિમાથી લઈને મકર દ્વારથી વિરોધ માર્ચ કાઢી રહ્યા હતાં.
ઇન્ડિયા જૂથના સાંસદ વાદળી કપડાં પહેરીને આવ્યા હતાં. કોંગ્રેસનું કહેવું છે કે, ગૃહ મંત્રી અમિત શાહે આંબેડકરનું અપમાન કર્યું છે. તેમનો અપરાધ અક્ષમ્ય છે. આખું તંત્ર તેમને બચાવવામાં લાગી ગયું છે. તેમના શબ્દોને તોડી-મરોડીને રજૂ નથી કરાયા. તે માફી માંગવાની બદલે ધમકાવી રહ્યા છે. અમે તેમની ધમકીઓથી ડરવાના નથી.
આ છે આપના દેશની સાંસદ કોણ સાચું છે કોણ ખોટું છે એ આપણે સમજી વિચારીને નક્કી કરવું પડસે કારણ કે આમાં ક્યાય સ્પસ્ત નહીં થાય કે સાચું શું છે પરંતુ આપણે આપણી બુદ્ધિથી જ હવે આ બધુ સમજવું રહ્યું
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy