જામનગર મોટી ખાવડી ખાતે આવેલ રીલાયન્સ રિફાઈનરીમાં GPS Renewables Private Limited સાપર પાટિયા પાસેના બાયો પ્લાન્ટમાં કામ કરી રહેલ વ્યક્તિનો હાથ ધડથી અલગ થઈ ગયો અને તેમને કંપનીના અધિકારીઓ દ્વારા જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, ત્યાર બાદ જી.જી. હોસ્પિટલ ખાતેથી રાજકોટ સ્ટ્રલીંગ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો ત્યાં હાલ સારવાર થઈ રહી છે.
વાત હવે શરૂ થાય છે કે ધર્મેશ કોઠારીયા નામના વ્યક્તિ 2 વર્ષથી GPS Renewables Private Limited કંપનીમાં કામ કરી રહ્યો છે, 29/11/ 2024ના રોજ તે જ્યારે કામ પર હતો ત્યારે અચાનક અકસ્માત થયો હતો અને અકસ્માત એટલો ભયંકર હતો કે મશીનમાં તેમનો હાથ આવી જતાં આખો હાથ ધડથી અલગ થઈ ગયો હતો. ત્યાથી તેમને જી.જી. હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો, ઇજાગ્રસ્ત વ્યક્તિના પરિવારનું કહેવું છે કે કંપનીના અધિકારીઓ દ્વારા MLC કરાવવામાં આવ્યું નથી અને કદાચ MLC થયું હોય તો પણ અમને હાલ કોઈ જવાબ આપી રહ્યું નથી જ્યારે તેઓ કંપનીના અધિકારીઓ સાથે વાત કરી રહ્યા છે ત્યારે તેમણે હાલ સુધી કોઈ ચોક્કસ સ્પસ્ટીકરણ નથી થઈ રહયું, હાલ કંપની દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલનો ખર્ચ આપવામાં આવ્યો છે પણ હાલ સુધી કંપનીએ તેમના સમગ્ર જીવન માટે કોઈ બાહેંધરી આપી નથી, તેમને અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે, અને ગેંગે ફેફે કરી રહ્યા છે બનાવના 20 દિવસ બાદ પણ કોઈ સંતોષ કારક જવાબ કંપની તરફથી મળી રહ્યો ન હતો, ત્યાર બાદ સમાજ સેવક દુદાભાઈ મકવાણા દ્વારા કંપનીના આધિકારી રક્ષિત પરમારને ફોન કર્યો અને કહ્યું કે આ તમારા અતિક્રમણને અમે મીડિયા સુધી પહોચાડીશું ત્યારે GPS કંપનીના અધિકારી તેમને મૌખિક બાહેંધરી આપી છે કે અને કહ્યું કે એમને અમે તેમનું વડતર આપીશું. પરિવારના લોકોની માંગ છે કે ધર્મેશ કોઠારીયાનો આખો હાથ કપાઈ ગયો છે તો તેમણે આજીવન પગાર આપવામાં આવે અને તેમને હક આપવામાં આવે અને તેમને લેખિતમાં બાહેંધરી આપવામાં આવે.
સનાતન સત્ય સમાચારની ટીમે જ્યારે ધર્મેશ કોઠારી સાથે વાત કરી ત્યારે તેમને જણાવ્યુ છે કે કંપનીના અધિકારીઓ તેમને એવું કહી રહ્યા છે કે તમે જ્યારે રિફર થઈ જાવ ત્યારે અમે તમને ફરી નોકરી પર લઈ લેશું પરંતુ સવાલ એ છે કે જ્યારે એક વ્યક્તિનો આખો હાથ ધડથી અલગ થઈ ગયો છે ત્યારે એ કેવી રીતે નોકરી કરી શકસે ? અને શું એ માનશિક રીતે નોકરી કરવા તૈયાર થઈ શકસે ?
હવે જોવાનું એ રહ્યું કે ધર્મેશ કોઠારીયાને કંપની દ્વારા ન્યાય આપવામાં આવે છે કે નહીં અને જો ન્યાય આપવામાં નહીં આવે તો હવે પહેલા જે રીતે લોકતંત્રની રીતે કંપનીઓમાં યુનિયનો હતા એ યુનિયનો હવે રહ્યા નથી હવે કોઈ પણ એમ્પ્લોયને કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ પડે તો એમના માટે લડી શકે કે પછી એમના માટે બોલી શકે એવા કોઈ સંગઠનો પણ કાર્યરત નથી હવે માત્ર એક જ આશા છે ન્યાયાલય જેમાં પણ કેટલા સમયે કેટલા દિવસે કે પછી કેટલા વર્ષે એનું પરિણામ આવે એ પણ સવાલ પીડિત વ્યક્તિઓને સતાવતો હોય છે
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy