ચંગાના પાટીયા નજીક આવેલ ડેકોર બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ લેટિન લિમિટેડમાં આજે બપોરે અગમ્યકારણોસર આગ ભભૂકી ઉઠી સદનસીબે જાનહાનિ ટળી !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

[responsivevoice_button voice="Hindi Female"]

જામનગર-લાલપુર હાઈવે પર આવેલ ચંગાના પાટીયા પાસે એક ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ મચી હતી. સમગ્ર આગની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડના બે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી.

લાલપુર હાઇવે પર ચંગાના પાટીયા નજીક આવેલ ડેકોર બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ લેટિન લિમિટેડમાં આજે બપોરે અગમ્યકારણોસર આગ ભભૂકી ઉઠી હતી, જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા. આગની ગંભીરતાને જોઈને ફેક્ટરીના સંચાલકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પર પહોંચી અને આગને કાબુમાં લીધી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. જોકે, ફેક્ટરીમાં રહેલો સામાન આગની લપેટામાં આવી જતા બળી ગયો હતો.

આગ કેવી રીતે લાગી હતી તે તો તપાસ બાદ જ માલુમ પડશે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા ચંગાના પાટીયા પાસે આવેલા ડેકોર બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ પ્લેનિંગ લિમિટેડમાં આગને કાબુમાં લીધી હતી. જેથી આસપાસના વિસ્તારોના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

Leave a Comment

और पढ़ें

[the_ad_group id="44"]