કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. કટ્ટરવાદીઓએ હિંદુ શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો છે. આ ઘટનાનો વીડિયો હિન્દુ કેનેડિયન ફાઉન્ડેશન દ્વારા શેર કરવામાં આવ્યો છે. ફાઉન્ડેશને કહ્યું કે હિંદુ સભા મંદિર પર ખાલિસ્તાની આતંકવાદીઓએ હુમલો કર્યો હોવાનું માનવમાં આવી રહ્યું છે
ઉગ્રવાદીઓએ કેનેડામાં હિન્દુઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું હોય તેવું સામે આવી રહ્યું છે. તાજેતરનો કિસ્સો બ્રેમ્પટનમાં સામે આવ્યો છે. અહીંના હિન્દુ સભા મંદિર પરિસરમાં કેનેડિયન હિન્દુ શ્રદ્ધાળુઓ પર ઉગ્રવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. બીજી તરફ કેનેડાના વિપક્ષી નેતા પિયર પોઈલીવરે હિંદુઓ પરના હુમલાની આકરી નિંદા કરી હતી. તેમણે કહ્યું કે આ ઘટના સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તમામ કેનેડિયનોને તેમના ધર્મનું શાંતિપૂર્વક પાલન કરવાની સ્વતંત્રતા છે.
તેમણે વધુમાં કહ્યું કે કેનેડામાં ઉગ્રવાદીઓએ લાલ રેખા પાર કરી છે. આ ઘટના કેનેડામાં ઉગ્રવાદના ઉદયને દર્શાવે છે. બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિરના પરિસરમાં હિન્દુ-કેનેડિયન શ્રદ્ધાળુઓ પર ઉગ્રવાદીઓ દ્વારા કરાયેલ હુમલો દર્શાવે છે કે કેનેડામાં ઉગ્રવાદી હિંસક ઉગ્રવાદ કેટલો ઊંડો છે.
https://x.com/AryaCanada/status/1853159545016659994
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy