જામનગરમાં આજે ડો. બાબાસાહેબ આંબેડકરની ગરિમાને ઠેંસ પહોચાડવા બદલ ગૃહમંત્રી અમિત શાહને તેમના હોદા પરથી પદભ્રષ્ટ કરવા બાબત રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુજીને જિલ્લા કલેક્ટર જામનગર મારફત બૌદ્ધ સમાજ પ્રમુખ મિલીન્દકુમાર આર. મકવાણા, યુવા દલિત સમાજ પ્રમુખ ભાણજીભાઇ કે. મકવાણા, યુવા દલિત સમાજ સહેર પ્રમુખ ચેતનકુમાર ભાંભી તેમજ મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો દ્વારા આવેદન પત્ર પાઠવવામા આવ્યું. જે આવેદનપત્રમા ઉલ્લેખ કરવામાં આવ્યો કે
વિશ્વવિભૂતિ, સીમ્બોલ ઓફ નોલેજ, ભારતરત અને ભારતીય સંવિધાનના રચાયતા જેમના રચાયેલા સંવિધાન દ્વારા ભારત દેશ એકતા, અખંડિતતા અને બંધુત્વની ભાવના દ્વારા વિશ્વમાં સ્વમાનભેર વિવિધતામાં એકતાનું બેનમુન ઉદાહરણ પુરૂં પાડી રહ્યો છે જેના સંવિધાનની પ્રતિકૃત્તિ વિશ્વના દેશો લઈ જઈ નવા રંગરૂપ આપી પોતાના દેશને ચલાવે છે. આમ ડૉ. બાબાસાહેબ આંબેડકર એક ઐતિહાસિક મહાપુરૂષ છે.
આવા સમયે જ્યારે દેશ પોતાના સંવિધાનની ૭૫મી વર્ષગાંઠ ઉજવવા થઇ રહ્યો છે ત્યારે સંવિધાનના નિર્માતા ડૉ. આંબેડકરનું અપમાન તેના જ દેશના ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા સંસદગૃહમાં ચાલુ રાજ્યસભા સત્રમાં સાંસદો અને સભાપતિને ઉદેશીને કહેલ કે, માન્યવર અભી એક ફેશન હો ગઈએ આંબેડકર…. આંબેડકર.. આંબેડકર…. એ રીતે સાત વાર બોલીને કહેલ કે ઈતના નામ અગર ભગવાન કે લેતે તો આપકો સ્વર્ગ પ્રાપ્ત હોતા તેવા શબ્દોનું ઉચ્ચારણ કરી ડૉ. આંબેડકરનું અપમાન આ શબ્દોનો સીધો અર્થ તેવો થાય કે ડૉ.આંબેડકરનું નામ લેવાથી દેશના લોકોને નર્ક પ્રાપ્ત થાય છે,
શું ડૉ.બાબાસાહેબ આંબેડકર કોઇ ફેશનનું નામ છે? દેશના એક મહાન ઐતિહાસિક મહાપુરૂષનું જાહેરમાં હળહળતું અપમાન તેના જ દેશનો ગૃહપ્રધાન કરી શકે? શું તેની ગરીમાને ઠેસ પહોંચાડી શકે? આ એક સતાધારી પક્ષની સૌચી, સમજી ષડયંત્રકારી સાજીસ છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરની ગરીમાને જાણી જોઈ ઠેસ પહોંચાડવાનો હિન પ્રયાસ છે. શા માટે સંવિધાનના શીલ્પકારને નિશાન બનાવવામાં આવે છે?
આમ, દલિતો, શોષિતો, પીડીતો અને નારીઓના એકમાત્ર ઉદ્ધારકનું અપમાન કરવામાં આવેલ છે જેથી બૌદ્ધો, દલિતો અને આંબેડકરવાદીઓની આસ્થા અને સ્વાભિમાનને ભારી ઠેસ પહોંચાડેલ છે જે કોઇપણ સંજોગોમાં સહન ન થઇ શકે, તે અતિ નિંદનીય છે. તેવું જણાવી અમિત શાહ જાહેરમાં માફી માંગે અને જો માફી ન માંગે તો આપ નામદાર રાષ્ટ્રપતિશ્રી આપની બંધારણીય સતાની રૂએ ભારતીય સંવિધાનના અનુચ્છેદ ૭૫(૨) મુજબ ભારતના રાષ્ટ્રપતિને કેન્દ્ર સરકારના કોઈપણ મંત્રીનું રાજીનામું લઇ લેવાની સતા છે તે અનુસાર ગૃહપ્રધાન અમિત શાહને પદભ્રષ્ટ કરવામા આવે તેવો આ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેમજ ધરણા પ્રદર્શન કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy