જામનગરમાં બોલીવુડના સિતારાઓનું આગમન થયું છે. જામનગરમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી સારાઅલી ખાન, તેનો ભાઈ ઈબ્રાહિમખાન, ખુશી કપૂર, ઓરી, સિંગર હનીસિંહ, મિર્ઝાન જાફરી, અર્જુન કપુર અને અન્ય કેટલાક બોલિવૂડના સિતારાઓ આવી પહોંચ્યા છે.
ત્યારે જામનગરની જનતામાં કુતૂહલ સર્જાયું છે લોકો ચર્ચા કરી રહ્યા છે કે આ બધા મહેમાન અચાનક જામનગરમાં કેમ આવ્યા? કોઈએ કહ્યું કે રસ્તો ભૂલી ગયા હસે તો કોઈ કહી રહ્યું છે કે ફ્લાઇટ ઊંધી ચડી ગઈ હસે પરંતુ આ અંગે મળતી માહિતી મુજબ, રિલાયન્સ રિફાઈનરીને 25 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં અને ધીરુભાઈ અંબાણીના જન્મદિવસ નિમિત્તે કંપની દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં પરર્ફોમન્સ આપવા માટે બોલિવૂડના આ તમામ કલાકારો જામનગર પધાર્યા હોઈ તેવી ચર્ચા હાલ ચાલી રહી છે. જોકે, આ અંગે કોઈ ઓફિસિયલી જાહેરાત થઈ નથી. આગામી દિવસોમાં વધુ કેટલાક બોલિવૂડ કલાકારો પણ જામનગર આવી શકે છે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. જામનગરમાં ફરી બોલિવૂડના સ્ટાર આવી પહોંચ્યા હતા. જેને લઈ શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સાથે સાથે શહેરી જનોમાં એ પણ ચર્ચા જોર પકડી રહી છે કે ધીરુભાઈ જેવા મહાન વક્તિત્વ પાછડ બોલીવૂડ કલાકારના બદલે ધાર્મિક કાર્યો તેમજ સ્કૂલના બાળકો માટેના કોઈ કાર્યક્રમ યોજવા જોઇયે તો ખૂબ સારી વાત કહેવાત.