જામનગરમાં દીવાળીના તહેવારોમાં પણ તંત્રની ગરીબ માણસો પર લાલ આંખ. સાહુકારોના ટ્રાફિક સમસ્યા કરતાં વાહનો સામે નીચી આંખ ! તંત્રની બેધારી નીતિ !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગરમાં દિવાળીના તહેવારો દરમિયાન બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. બીજી તરફ ધંધાર્થીઓ જાહેર રોડ ઉપર ધંધો પાથરી દેતા હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાની મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ કરવામાં આવી હતી. જેમાં કેટલોક માલસામાન પણ જપ્ત કરાયો હતો.

પરંતુ બીજી તરફ પરિસ્થિતિ એવી છે કે કંપનીઓની ૧૦૦૦ કરતા વધુ બસો જામનગરમાં આટા એવી રીતે મારે છે કે જાણે કંપનીના ડાયરેક્ટર મુકેશ અંબાણી, અને ડાયરેક્ટર પરિમલ નથવાણી એ જામનગર વેચાતું લઈ લીધું હોય, મનફાવે તેમ રિલાયન્સની બસો શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે, ગુજરાતના બીજા તમામ શહેરોમાં મોટા વાહનોને શહેરમાં જવા માટેના સમય હોય તેમના નિયમ હોય પરંતુ અહી કોઈ નિયમ કે કોઈ સમય કંપનીઓને લાગુ પડતો નથી, જકાત નાકા સર્કલ પર એક બોર્ડ છે જેમા ભારે વહનો ને પ્રવેશ બંધી છે તેમ છતા નિયમોનું કોઈ પાલન થતું નથી. સમર્પણ હોસ્પિટલથી, દિગજામ સર્કલ, ખોડીયાર કોલોની, શરૂસેક્સન રોડ, સાત રસ્તા સર્કલ આ બધું કંપનીઓની બસોના હિસાબે સતત ટ્રાફિક જામ જોવા મળે છે ત્યારે બાળકોને સાયકલ લઈને સ્કૂલે જવાનું સપનું માત્ર સપનું જ બની ગયું છે, સમર્પણ હોસ્પિટલથી બીજો રૂટ જકાત નાકા સર્કલ, ત્યાંથી, રોજી પંપ, જનતા ફાટક ત્રીજી બાજુ લાલપુર સર્કલ આમ આખા જામનગરના રોડ રસ્તાને રિલાયન્સ અને નાયરા કંપની એ પોતાના બાપુજીની વિરાસત હોય તેમ બાનમાં લઈ લીધો છે, ઓછામાં પૂરું લાગવગશાહી ચલાવતા કોન્ટ્રાક્ટરો કે જેના સિમેન્ટ બનાવવાના ટ્રકો બેફામ જામનગર શહેરમાં દોડી રહ્યા છે તેમને પણ કોઈ કહેવા વાળો નેતા કે અધિકારી પેદા જ નથી થયો તેવું લાગી રહ્યું છે

દિવાળીની બજારમાં અસર જોવા મળી રહી છે. ખરીદી કરવા લોકો બજારમાં ઉમટી રહ્યા છે. ત્યારે ટ્રાફિક સમસયા ઊભીથવાની જ છે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી એન.આર. દિક્ષિતની આગેવાનીમાં અન્ય અધિકારી યુવરાજસિંહ ઝાલા, અનવર ગજણ વગેરે દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. બર્ધનચોકમાં જાહેર રોડ ઉપર ઊભી રખાયેલી રેંકડી કબજે કરવામાં આવી હતી. ઉપરાંત ફટાકડાના છ સ્ટોલનો માલસામાન કબજે કર્યો હતો, જ્યારે 3 થી 4 સ્ટોલ ત્યાંથી ઉપડાવી લેવાયા હતાં. જ્યારે 10 થી 15 પથારાવાળાનો સામાન પણ કબજે લેવાયો. આ દબાણ હટવા ઝુંબેશ બર્ધનચોકથી સેન્ટ્રલ બેંક રોડ, હવાઈચોકથી દિગ્વિજય પ્લોટ થઈ ઓશવાળ હોસ્પિટલના માર્ગ સુધીમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત પી.એન. માર્ગ જાહેર રોડ ઉપર એક ફટાકડાનો સ્ટોલ ગેરકાયદે ખડકી દેવાયો હોવાથી તેને પણ દૂર કરાયો હતો.

એસ્ટેટ સાખા એક્ટિવ છે ટ્રાફિક સમસ્યાને દૂર કરવા પરંતુ ત્યાં સામે ગરીબ લોકો છે કે જે ઉછીના પૈસા લઈને ધંધો કરે છે અને એમને એમ છે કે તહેવારોમાં થોડું કમાઈ લૈયે પરંતુ સામે ટ્રાફિક સમસ્યા જેના હિસાબે થઇ રહી છે ત્યાં ટ્રાફિક પોલીસ ચૂપ છે એટલે તંત્રની આ બેધારી નીતિ હાલ જામનગરમાં ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?