સુવર્ણ મંદિરમાં ગોળીબાર, પૂર્વ ડે.સીએમ સુખબીર બાદલ પર જીવલેણ હુમલાથી હડકંપ; સદનશીબે આબાદ બચાવ !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દેશમાં હાલ આતંક અને ભયનો માહોલ બની ગયો છે છેલ્લા થોડા સમયથી ગોળી મારવાના કિસ્સા વધતાં જઈ રહ્યા છે ત્યારે પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલને પણ જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવતા હડકંપ મચી ગયો છે. તેમના પર શીખોના પવિત્ર સ્થળ અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિરમાં જ ગોળીબાર કરવામાં આવ્યો હતો.

અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ જ્યારે સુવર્ણ મંદિરમાં દ્વારપાલ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે હુમલો થયો હતો. આ સેવા તેમની એક ધાર્મિક સજાનો ભાગ છે. સેવા દરમિયાન, એક હુમલાખોર પિસ્તોલ સાથે તેની પાસે આવ્યો. હુમલાખોરે ખિસ્સામાંથી હથિયાર કાઢી બાદલ તરફ ઈશારો કર્યો હતો.

માહિતી અનુસાર શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જોકે તેઓ આ હુમલામાં હેમખેમ બચી ગયા હતા. અમૃતસરના સુવર્ણ મંદિરમાં સજા તરીકે રક્ષક તરીકેની ફરજ બજાવતી વખતે તેમના પર આ હુમલો કરાયો હતો. જોકે ઘટનાસ્થળે હાજર લોકોએ હુમલાખોરને પકડી પાડ્યો હતો.

ફાયરિંગ કરનારો હુમલાખોર પકડાઈ ગયો છે અને તેનું નામ નારાયણ સિંહ ચૌડા તરીકે જાહેર કરાયું છે. તે દલ ખાલસાનો કાર્યકર છે. તેણે જ્યારે ખિસ્સામાંથી પિસ્તોલ કાઢી ત્યારે જ એક યુવકે તેને પકડી લીધો હતો જેના લીધે અકાલી દળના નેતા પર ગોળી ચાલતા ચાલતા રહી ગઇ હતી અને તેમનો આબાદ બચાવ થયો હતો.

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?