વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, સચિન તેંડુલકરનો પણ રૅકોર્ડ તોડ્યો !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં એક રૅકોર્ડ તોડી ઇતિહાસ રચી દીધો છે. આ મેચમાં તેણે 35 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 47 રન બનાવ્યા હતા. અડધી સદી ચૂકી ગયો હોવા છતાં કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27 હજાર રન પૂરા કરી નવો કીર્તિમાન સ્થાપી દીધો છે, આ સાથે કોહલીએ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો વર્લ્ડ રૅકોર્ડ તોડી નાખ્યો છે.

હવે કોહલી સૌથી ઝડપી 27 હજાર આંતરરાષ્ટ્રીય રન પૂરા કરનાર ક્રિકેટર બની ગયો છે. તેણે આ ઉપલબ્ધી 594 ઇનિંગ્સમાં મેળવી છે. જ્યારે સચિને આ સિદ્ધિ 623 ઇનિંગ્સમાં મેળવી હતી. કોહલીએ સચિન કરતાં 29 ઇનિંગ્સ ઓછી રમીને આ રૅકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27,000 રન કરનાર તે ચોથો બેસ્ટમેન ક્રિકેટર છે. 

સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવવાનો રૅકોર્ડ હજુ પણ સચિનના નામે છે. તેણે 24 વર્ષની કારકિર્દીમાં 664 મેચોમાં કુલ 34,357 રન કર્યા હતા. આ યાદીમાં બીજા સ્થાને શ્રીલંકાના પૂર્વ વિકેટ કીપર કુમાર સંગાકારા છે. જેણે 594 મેચમાં 28016 રન બનાવ્યા હતા, તેના પછી ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે 560 આંતરરાષ્ટ્રીય મેચમાં 27483 રન બનાવીને આ સિદ્ધિ મેળવી હતી. કોહલીએ પોતાની 594મી મેચમાં 27 હજારનો આંકડો પાર કર્યો છે. અને સચિન તેંડુલકર નો રેકોર્ડ તોડયો છે. BCCI પોતાના એક્સ એકાઉન્ટ પરથી કોહલીને અભિનંદન પાઠવ્યા છે.

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?