ઓહો…આશ્ચર્યમ ! ભાજપ ભૂલી ભાન: વિપક્ષ સામે ધરણા ! જાણે લાગ્યું પપ્પુ પાસ હો ગયા !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જનતામાં હાલ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ધરણા કોની સામે કરવાના હોય? આ શું ચાલી રહ્યું છે લોકતંત્રની આવી રીતે મજાક કરવાનો હક કોણે આપ્યો ? ગઈ કાલે જ્યારે ભાજપ ધરણા પર હતું ત્યારે એવું લાગી રહ્યું હતું કે પપ્પુ પાસ હો ગયા જેને ભાજપ પપ્પુ કહીને મજાક ઉડાવે છે એમની સામે ધરણા એટલે કંઇ સમજાણું જ નહિ, કે એક બાજુ તમે રાહુલ ગાંધીને પપ્પુ કહી રહ્યા છો અને બીજી બાજુ એની સામે ધરણા પણ કરી રહ્યા છો ભાજપ સભાન અવસ્થામાં તો છેને ? જામનગર ના લાલ બંગલા સર્કલ પર જામનગર જિલ્લાના ભાજપના તમામ દિગ્ગજ નેતાઓની સાથે સાંસદ પણ ધરણા પર જોવા મળ્યા! આ સમાચાર વાંચી અંગ્રેજો પણ ચિંતામાં પડી ગયા અને વિચારમાં પડી ગયા કે અમે તો ક્યારેય આવું કર્યું જ ના હતું ! એટલે સતા પક્ષ પણ ભાજપ અને વિપક્ષ પણ ભાજપ આવું હાલ જોવા મળી રહ્યું છે પરંતુ આ ધરણા નો જે પણ ભાજપના આગેવાન ને વિચાર આવ્યો હસે એમને ખરેખર અભિનંદન દેવા પડે કે એ.સી. ઓફિસો માં ૧૦ લોકોના પ્રશ્નો જાણી જે અમુક નેતાઓ સોશ્યલ મીડિયામાં પોતાની વાહ વાહ લૂંટતા જોવા મળતા હોય છે એમને પણ તડકામાં બેસાડ્યા !


એક કામ જામનગરની જનતા માટે સારું થયું કે ભાજપ સત્તા પર હોવા છતાં ધરણા પણ કરી શકે છે ત્યારે જામનગર ની જનતા વતી સનાતન સત્ય સમાચાર ભાજપના નેતાઓ ને વિનંતી કરે છે કે તમે એ બાળકીઓ માટે ક્યારેક ધરણા પર બેસો કે જેમને નરાધમો પીખી રહ્યા છે અને નાની બાળકીઓ પર બળાત્કાર કરીને એમની ક્રૂર હત્યા થઈ રહી છે આ વિષયના ધરણા તો ઠીક પરંતુ સોશ્યલ મીડિયામાં નેતાઓની એક પોસ્ટ પણ જોવા નથી મળી રહી, તો એ બાબત પર ભાજપ નું ધ્યાન દોરવા માંગીએ છીએ, ગુજરાત તો ઠીક જામનગર ના જ ખૂબ પ્રશ્નો છે જો તમે ધરણા કરવા હોય તો અમે પ્રશ્નો આપવા બંધાઈએ છીએ કરશો ધરણા?

ખેડૂતોના પ્રશ્નો ખૂબ છે, બેરોજગારી ના પ્રશ્નો છે, જામનગર માં દિવસે ને દિવસે ક્રાઇમ વધતા જાય છે, બેરોજગાર યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે, પ્રાઇવેટ બેન્કો જે લોન બાબત જનતાને પરેશાન કરી રહ્યા છે, વ્યાજખોરો ગરીબ જનતાને લૂંટી રહ્યા છે, રિલાયન્સ જેવી મહાકાય કંપનીઓ ડેમના પાણી ને જેર કરી રહી છે, પન્ના ડેમની હાલત દયનીય છે, બેડ નદીનું પાણી પણ દુશિત થઈ રહ્યું છે, કંપનીઓ ની જેરી હવાથી લોકો બીમાર પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, જી.ઇ.બી. ના લાઈટ ના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે, જામનગર શહેર માં કંપનીઓની બસો અને કોન્ટ્રાકટર ના ટ્રકો ના હિસાબે ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી ચૂકી છે, દર વર્ષે મોન્સુન કામગીરી ફ્લોપ થઈ રહી છે, ગૌચરની જમીનો કંપનીઓ હડપ કરી રહી છે, ગ્રામ પંચાયતોના ખૂબ પ્રશ્નો છે જો લખીશું તો વાંચવા વાળો વર્ગ કંટાળી જશે, છે કોઈ નેતા માં હિંમત કે આ બધા પ્રશ્નો માટે ધરણા પર બેસી શકે? આ સવાલ જનતા માં ઉઠી રહ્યો છે…

જામનગર શહેર અને જિલ્લા ભાજપ દ્વારા લાલ બંગલા સર્કલ ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ અનામત વિરૂદ્ધ નિવેદન આપ્યું હતું. જેને લઈ ભાજપ દ્વારા ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી ધરણા યોજ્યા હતા.

ધારાસભ્ય ત્રિકમ છાંગાએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી એ આ વર્ગ અને સમૂહના ઉત્થાન માટે એમના વિભાગની વાત હોય એમના અધિકારોની વાત હોય એમના અનામતોને રીન્યુ કરવાની વાત હોય દરેકે દરેક બાબતમાં ભારતીય જનતા પાર્ટી એ છેવારાના માનવી માટે અને ખાસ કરીને SC, ST-OBC ના વર્ગ સમૂહના લોકોને અધિકારોની વાત કરી છે. જ્યારે કોંગ્રેસ હંમેશા આ વર્ગને માત્ર મત બેંક તરીકે ઉપયોગ કરીને એમને વર્ષોથી અન્યાય કર્યો છે એ વાત લોકો સમક્ષ લઈ જવા માટે આજે અમે ધરણા યોજી સૂત્રોચાર કર્યા હતા.

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?