સરપંચથી લઈને સાંસદ ભાજપ સરકારના વિરોધમાં, ઇકો ઝોનના વિરોધમાં ખેડૂતો સાથે સ્થાનિક નેતાગીરી.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાલાલા વિસ્તાર સહિત ત્રણ જીલ્લાના 196 ગામોની પ્રજા અને ખેડૂતો માટે સરકાર દ્વારા ઈકો સેન્સિટીવ ઝોન કાયદો ઠોકી બેસાડવામાં આવ્યો છે. આ કાયદો રદ્દ કરવા શરૂ થયેલ આંદોલન ને વધુ મજબૂત કરવા અને લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના સરપંચ થી સાંસદ સુધી ચુંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓનું સંમેલન તાલાલા માર્કેટીંગ યાર્ડમાં થયું હતું. આ સંમેલનમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જીલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પિઠિયા,પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા ઉપસ્થિત રહ્યા હતા.

સંમેલનમાં આક્રોશિત ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે લોકશાહી લોકો માટે છે, માત્ર સિંહો માટે નથી. ગ્રામીણ પ્રજા અને ખેડૂતો બધા હિન્દુઓ છે. 70 ટકા મતો ભાજપને આપ્યાં છે. કિસાનોના કાંડા કાપી લેતો ઈકો સેન્સિટીવ ઝોનનો કાળો કાયદો આવતો અટકાવવા ભાજપના ચુંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ સંમેલનમાં મજબૂત માંગણી કરવામાં આવી હતી.

જવાબ આપતા સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે 2016માં આ વિસ્તાર કોંગ્રેસ બહુમતી વાળો હતો, ત્યારે પણ હું ખેડૂતોની સાથે રહી ઈકો ઝોન સામે સરકારમાં રજૂઆતો કરી હતી. આજે પણ પહેલા ખેડૂત અને પછી પદ વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે 2016 માં સરકારે ઈકો ઝોનની જે દરખાસ્ત મોકલી હતી તે રદ થયા પછી 2024 માં ફરી જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામામાં અગાઉ કરતાં વધુ કડક જોગવાઈ કરવામાં આવી છે. જાહેરનામું હિન્દીમાં લોકોને સમજાય તેમ નથી. ઇકો સેન્સિટીવ ઝોન માટે આ વિસ્તારનું પ્રતિનિધિ મંડળ બનાવી ઈકો ઝોન સામે સરકારમાં રજૂઆત કરવા ગાંધીનગર જશે તો આ પ્રતિનિધિ મંડળમાં હું પણ સામેલ થઈ ખેડૂતો માટે રજુઆત કરીશ.

જાહેરનામાં સામે 60 દિવસમાં વાંધા રજૂ કરવા સમય આપ્યો છે. ઈ-મેઈલ દ્વારા હું મારો વાંધો રજૂ કરીશ. તાલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ઉનડકટે જાહેરનામું સંપૂર્ણ રદ કરી સ્થાનિક પ્રજા તથા ખેડૂતો સાથે પરામર્શ કર્યા બાદ જાહેરનામું પ્રસિદ્ધ કરવા માંગણી કરી હતી. માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ જણાવ્યું હતું કે ગીર અમારું ગૌરવ છે, સિંહ અમારી શાન છે. પ્રજા અને ખેડૂતો સિંહોનું વધુ રખોયું કરે છે. છતાં પણ સિંહોના નામે ઈકો ઝોનનો કાયદો લાવવા ખેડૂતો માટે હળાહળ અન્યાય છે.

તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ પ્રવીણભાઈ છોડવડીયા એ જણાવ્યું હતું હતું કે ઈકો ઝોન લગાવવા માટે પ્રસિદ્ધ થયેલા જાહેરનામાં સામે ઈમેઈલ દ્વારા વાંધા રજૂ કરવા સમય મર્યાદામાં ઠેરઠેરથી ઈ-મેલ થઈ રહ્યાં છે. આગામી દિવસોમાં નોંધપાત્ર વધારો થાય માટે ઈ-મેઈલ ડે ઉજવાશે. આ માટે ભારતીય કિસાન સંઘના કાર્યકરો ગામડે ગામડે જશે, હજારોની સંખ્યામાં ઈકો ઝોન રદ કરવાની માંગણી સાથે ઇ-મેઇલ કરાવશે. આ માટે આયોજન કરવામાં આવ્યું છે.

ભાજપ નેતા કોંગ્રેસ નેતા અને આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ પોત પોતાના સ્ટેજ પરથી ઈકો ઝોન કાયદો નાબૂદ કરવા માટે લડાઈ લડી રહ્યા છે. ત્યારે હવે આ કડાણા હિસાબે સરકાર ફસાઈ સરકાર હોય તેવું લાગી રહ્યું છે. આ મુદ્દે હાલ બેકફૂટ પર છે. થોડા દિવસ પહેલા પણ સરકારે સરપંચો સાથે મિટિંગ યોજી હતી અને સમજાવવાના પ્રયત્નો થયા હતા. અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ પણ ખૂબ તાકાતથી કાયદાનો વિરોધ કર્યો હતો. જોવાનું એ રહ્યું કે સરકાર આ ગંભીરતાને કઈ રીતે લ્યે છે અને કયદો નાબૂદ કરવા માટે કેવા પ્રકારના પગલાં ભરે છે.

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?