ભારતની ઘણી CRPF સ્કૂલોને બોમ્બની ધમકીઓ મળી, સ્કૂલ મેનેજમેન્ટને મળેલા ઈમેલથી ગભરાટ સર્જાયો !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સોશિયલ મીડિયા પર શેર કરાયેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે CRPF સ્કૂલ પાસે બોમ્બ વિસ્ફોટ ભારતીય એજન્ટો દ્વારા ખાલિસ્તાન સમર્થકોને નિશાન બનાવવાના જવાબમાં કરવામાં આવ્યો હતો.

દેશની વિવિધ CRPF શાળાઓને બોમ્બની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ પોલીસ ફોર્સ એલર્ટ પર છે અને ધમકીઓની તપાસ કરવામાં આવી રહી છે. જે શાળાઓને ધમકીઓ મળી છે તેમાં બે દિલ્હીમાં અને એક હૈદરાબાદમાં છે. ઉલ્લેખનીય છે કે હમણાં થોડા દિવસ પહેલા જ  દેશની વિવિધ એરલાઈન્સને પણ બોમ્બની ધમકીઓ મળી રહી છે. અને તમામ જગ્યાએ ફોર્સ કામે લાગી ગઈ હતી.

દિલ્હીમાં CRPF સ્કૂલ પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટની દિલ્હી પોલીસ ખાલિસ્તાન એંગલથી તપાસ કરી રહી છે. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર શેર કરાયેલ એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે CRPF સ્કૂલ પાસે બોમ્બ બ્લાસ્ટ ભારતીય એજન્ટો દ્વારા ખાલિસ્તાન સમર્થકોને નિશાન બનાવવાના જવાબમાં કરવામાં આવ્યો હતો. સી.સી.ટીવી કેમેરા ચેક કર્યા બાદ પોલીસને એક શકમંદ પણ મળી આવ્યો છે, જેની પોલીસ દ્વારા શોધ કરવામાં આવી રહી છે.

સવાલ એ થઈ રહ્યો ચ્હે કે આવી ધમકી દેનારની સચોટ તપસ કેમ નથી થઈ રહી.

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?