જામનગરના વતની અને ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશ ‘બંધુ’ નું નિધન થયું છે. હાસ્ય કલાકાર વસંત પરેશ ખેતસીભાઈ (વસંત પરેશ બંધુ)એ 70 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ ભર્યા છે. મળતી જાણકારી પ્રમાણે આજે સાંજે સાડા ચાર કલાકે સ્મશાન યાત્રા નીકળશે. વસંતનું સટર ડાઉન, ચૂંટણી જંગ, મારી અર્ધાંગિની અને પોપટની ટિકિટ ન હોય સહિત અનેક હાસ્યના હિટ શો કર્યા હતા.
હાસ્ય જગતમાં ઘેરો શોક
હજારો લાખો લોકો હાસ્ય કલાકાર વસંદ પરેશના ચાહક હતા. તેમના હાસ્યને લોકો ખુબ જ પસંદ કરતા હતા. તેવા ખ્યાતનામ હાસ્ય કલાકાર હવે આપણી વચ્ચે રહ્યાં નથી. ઈશ્વર તેમની આત્માને પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના છે. આજે સાંજે સાડા ચાર કલાકે તેમના નિવાસ સ્થાનેથી તેમની સ્મશાન યાત્રા નીકળશે. નોંધનીય છે કે, તેમના અવસાનથી અત્યારે હાસ્ય જગતમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. અને વશાન્ત પરેશ બંધુની ખામી હાસ્ય જગતમાં હમેશા રહેસે.
હાસ્ય ના ક્ષેત્રે આગવું નામ ધરાવતા
વસંત પરેશે અત્યારે સુધીમાં અનેક એવા શો કર્યા છે જે ખુબ જ પ્રખ્યાત થયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ‘ચૂંટણી જંગ’, ‘વસંતનું શટર ડાઉન’, ‘મારી અર્ધાંગિની’ અને ‘પોપટની ટિકિટ ન હોય’ જેવા શો કર્યા હતા. જે ખુબ જ હિટ ગયા છે. જેના કારણે તેમને અનેક લોકોના હ્રદયમાં સ્થાન બનાવ્યું હતું. અત્યારે તેમના નિધનથી પરિવાર સહિત હાસ્ય જગતમાં ભારે શોકની લાગણી છવાઈ છે.