ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

[responsivevoice_button voice="Hindi Female"]

રાજ્યમાં સતત વધી રહેલા રોડ અકસ્માતોને રોકવા માટે અને લોકોમાં ટ્રાફિક અવરનેસ આવે તે માટે મંગળવારે  શૉર્ટ ફિલ્મ સ્પર્ધાનાં સત્કાર સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી અને વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, અને ટ્રાફિક વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન તેમણે અમદાવાદ CP અને DGP ને કડક આદેશ કરતાં કહ્યું હતું કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ એફઆઇઆર દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો. ત્યારે આજે વાત એ પણ કરવી છેકે જામનગર શહેરની અંદર દોડી રહેલ રીલાયન્સ અને નારા જેવી મહાકાય કંપનીઓની બસો પર કોઈ કાર્યવાહી થસે કે માત્ર ગરીબ લોકો પર ટ્રાફિકના નામે અતિક્રમણ કરવામાં આવશે ?

કાર્યક્રમ દરમિયાન ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કડક આદેશ આપતાં કહ્યું હતું કે બેફામ ગતિએ વાહન હંકાવનાર અને રોંગ સાઇડમાં વાહન ચલાવનાર સામે એફ.આઇ.આર દાખલ થશે. સિગ્નલનો ભંગ કરનાર અને રોંગ સાઇડમાં વાહન ચલાવનાર દંડ ફટકારશો નહી. પરંતુ ટ્રાફીકના નિયમોનો ભંગ કરનારને ચલણ પકડાવી દેવાના બદલે સીધા જેલ હવાલે કરો અને આવા લોકોને સ્લેટ પકડાવી ફોટા પડાવવા માટે અમદાવાદ CP અને DGP ને વધુ કડક થવા આદેશ કર્યો હતો.

ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જામનગર શહેરમાં હાલ પરિસ્થિતિ એવી છે કે કંપનીઓની ૧૦૦૦ કરતા વધુ બસો જામનગરમાં આટા એવી રીતે માટે છે કે જાણે કંપનીના ડાયરેક્ટર મુકેશ અંબાણી, અને ડાયરેક્ટર પરિમલ નથવાણી એ જામનગર વેચાતું લઈ લીધું હોય, મનફાવે તેમ રિલાયન્સની બસો શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે, ગુજરાતના બીજા તમામ શહેરોમાં મોટા વાહનોને શહેરમાં જવા માટેના સમય હોય તેમના નિયમ હોય પરંતુ અહી કોઈ નિયમ કે કોઈ સમય કંપનીઓને લાગુ પડતો નથી, સમર્પણ હોસ્પિટલથી, દિગજમ સર્કલ, ખોડીયાર કોલોની, શરૂસેક્સન રોડ, સાત રસ્તા સર્કલ આ બધું કંપનીઓની બસો ના હિસાબે સતત ટ્રાફિક જામ જોવા મળે છે ત્યારે બાળકોને સાયકલ લઈને સ્કૂલે જવાનું સપનું માત્ર સપનું જ બની ગયું છે, સમર્પણ હોસ્પિટલથી બીજો રૂટ જકાત નાકા સર્કલ, ત્યાંથી, રોજી પંપ, જનતા ફાટક ત્રીજી બાજુ લાલપુર સર્કલ આમ આખા જામનગરના રોડ રસ્તાને રિલાયન્સ અને નાયરા કંપની એ પોતાના બાપુજીની વિરાસત હોય તેમ બાનમાં લઈ લીધો છે, ઓછામાં પૂરું લાગવગશાહી ચલાવતા કોન્ટ્રાક્ટરો કે જેના સિમેન્ટ બનાવવાના ટ્રકો બેફામ જામનગર શહેરમાં દોડી રહ્યા છે તેમને પણ કોઈ કહેવા વાળો નેતા કે અધિકારી જ નથી તેવું લાગી રહ્યું છે

એટલે હવેથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર અને રોંગ સાઇડમાં વાહન ચલાવનારાઓની ખૈર નથી. અને જો ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો જેલયાત્રા કરવાનો વારો આવી શકે છે. આવું જ્યારે ગુજરાતનાં ગૃહ મંત્રી કહી રહ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે જામનગર ને આ સમસ્યા માથી ગૃહ મંત્રી છોડવી શકસે કે નહીં.

Leave a Comment

और पढ़ें

[the_ad_group id="44"]