જામનગરમાં રહેતા જુવાનગઢ ગામના આશાસ્પદ યુવાન રાજશી કરમુરનું 37 વર્ષની વયે હાર્ટ એટેકથી મૃત્યુ ! જન્મ અને મૃત્યુની એક જ તારીખ !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગરની સાથે સમગ્ર દેશમાં હાલ યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. ત્યારે આવો એક વધુ બનાવ જામનગર ખાતે બન્યો છે. મૂળ જુવાનગઢ ગામના વતની અને જામનગરમાં સ્થાયી રાજશીભાઇ અરજણભાઈ કરમૂર નું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે.

બનાવની વિગત એવી છે કે તારીખ 19 10 2024 ના રોજ એમનો જન્મદિવસ હોવાથી તેમના પરિવાર અને તેમના બાળક સાથે બહાર જમવા ગયેલ હતા. ત્યાર બાદ તેમના મિત્ર સાથે દ્વારકા બાજુ જવા રવાના થયા હતા ત્યારે સરમત પાટિયા પાસે પહોચતા તેમણે ગેસ હોય તેવું લાગવા માંડ્યુ હતું અને તેઓ થોડા બીમાર થયા હોય તેવું તેમના મિત્રને લાગ્યું હતું. ત્યારબાદ તેઓ ખંભાળિયા ખાતે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ બ્તેમની તબિયત વધુ ખરાબ થતાં ત્યાથી જામનગર ખાતે હોસ્પીટલમાં લઈ આવવામાં આવ્યા હતા જ્યાં તેઓએ છેલ્લો સ્વાસ ભર્યો હતો.

રાજશી કરમૂર આહીર સમાજ માટે આશાસ્પદ યુવાન હતો તેમના વિચારો બહુમૂલ્ય હતા તેઓ ખૂબ આગળનું વિચારી શકતા હતા. તેઓ પુસ્તકોના ખૂબ સોખીન હતા તેમના ઘરે ખૂબ પ્રમાણમા પુસ્તકોનો સંગ્રહ જોવા મળતો હતો. તેઓ સનાતન સત્ય સમાચાર સાથે પણ આત્મીયતાથી જોડાયેલ હતા. તેમની આ અણધારી વિદાયથી સનાતન સત્ય સમાચારની સમગ્ર ટિમ પણ ખૂબ દુખની લાગણી અનુભવી રહી છે.

જન્મ દિવસ અને મૃત્યુનો એક જ દિવસ અમુક લોકોના ભાગ્યમાં હોય છે. ભગવાન તેમના દિવ્ય આતમને શાંતિ આપે તેવી પ્રાર્થના !

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?