જામનગરમાં બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી. પ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી પદ માટે બીનહરીફ વરણી કરવામાં આવી હતી. જ્યારે, ઉપ-પ્રમુખ પદ માટે તેમજ કારોબારી સહિતના અન્ય હોદ્દેદારો માટે ચૂંટણી યોજવામાં આવી હતી. જામનગર બાર એસોસિએશન ચૂંટણીમાં સતત 11 મી વખત પ્રમુખ પદે ભરતભાઈ સુવા, સેક્રેટરી તરીકે સાતમી વખત મનોજ ઝવેરી અને ખજાનચી પદ માટે છઠ્ઠી વખત રુચિત રાવલ બીનહરીફ વિજેતા જાહેર થયા હતા.
જામનગર બાર એસોસિએશનની ચૂંટણીમાં ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ભરતસિંહ જાડેજા અને જયેન્દ્રસિંહ ઝાલા વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. તેમાં ભરતસિંહ જાડેજાને 471 મત મળ્યા હતા અને જયેન્દ્રસિંહ ઝાલાને 355 મત મળ્યા હતા. જેથી ઉપપ્રમુખ તરીકે વકીલ ભરતસિંહ જાડેજા વિજેતા બન્યા હતા.
તેમજ સહમંત્રીમાં પરેશ ગણત્રાને 424 મત મળ્યા હતા અને દિપક કુમાર ગરચરને 358 મત મળ્યા હતા. બાર એસોસિએશનમાં સહમંત્રી તરીકે પરેશ ગણત્રાનો વિજય થયો હતો. લાઇબ્રેરી સેક્રેટરી તરીકે જયવીર સિંહ જાડેજાને 490 મત મળ્યા હતા. વિમલ કોટેચાને 275 મત મળ્યા હતા. લાઈબ્રેરી સેક્રેટરી તરીકે જયદેવસિંહ જાડેજા વિજેતા થયા હતા. તેમજ મહિલા અનામત આ વખતે ખાસ ઉભી કરવામાં આવી હતી. તેમાં રાધાબેન રાવલીયાને 424 મત મળ્યા હતા, જાગૃતીબેન ચોઘડિયાને 210 મત અને ચંદ્રિકાબેન ધંધુકિયાને 168 મત મળ્યા હતા. મહિલા અનામતમાં રાધાબેન રાવલીયા વિજય થયા હતા.
સિનિયર કારોબારી સભ્યો મૃગેન ઠાકારને 560 મત, બ્રિજેશ ત્રિવેદીને 538 મત ,દીપક ભાલારાને 532 મત, રઘુવીરસિંહ કંચવાને 466 મત મેળવીને સિનિયર કારોબારી સભ્ય તરીકે વિજેતા થયા હતા. તેમજ જુનિયર કારોબારી સભ્ય તરીકે હર્ષ પારેખને 508 મત અને ખોડિયારભાઈ વાઘેલાને 556 મત મળી વિજેતા થયા હતા. ત્યારબાદ બાર એસોસિએશનમાં તમામ પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી તથા કારોબારી સમિતિ સહિતના અન્ય હોદ્દેદારો જે વિજેતા થયા હતા તે તમામ ખૂલી જીપમાં કોર્ટ પરિષદમાં ચકર મારી ફટાકડા ફોડી જીતની ભવ્ય ઉજવણી કરી હતી.
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy