મહાપાલિકાની ચાર આવાસ‎ યોજનામાં હજુ 87 ફ્લેટ ખાલી‎ પડ્યા; જૂના થઈ ગયેલ આવાસને પાડવામાં આવી રહ્યા છે, તે લોકોને આ મકાન માથી કેમ વેકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં નથી આવતી ?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગરમાં મહાપાલિકાની ચાર આવાસ યોજનામાં હજુ 87 ફલેટ ખાલી પડયા છે. સ્થળના કારણે અવાસનું કોઇ લેવાલ ન થતાં મનપા દ્વારા વેંચાણના સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આવાસના અરજી ફોર્મ મેળવી 31 જાન્યુઆરી સુધીમાં પરત કરવાની મનપા દ્વારા જાણ કરવામાં આવી છે. જામનગરમાં ચાર આવાસ યોજનાના કુલ 87 ફ્લેટ ખાલી હોવાના કારણે તેનું વેંચાણ કરવાનું હોય, આ માટેના ફોર્મ તા.31-1-2025 સુધી મેળવી પરત કરવાના રહેશે. પોતાના નામે કે કુટુંબના અન્ય સભ્યના નામે માલિકીનું મકાન, પ્લોટ, રહેણાંક હેતુ જમીન ન હોવી જોઈએ. મયુરનગર મેઈન રોડ વામ્બે આવાસની બાજુમાં 26 ફ્લેટ ખાલી છે.

એમપી શાહ ઉદ્યોગનગર પાછળ આવાસ યોજનામાં 40 ફ્લેટ ખાલી છે. હાપા-રવિ પેટ્રોલ પમ્પ પાછળ પણ 1 બીએચકેવાળા 11 ફ્લેટ ખાલી છે. હાપામાં જ રવિ પેટ્રોલ પમ્પ પાછળની અન્ય એક આવાસ યોજનામાં 30 ફ્લેટ ખાલી છે. જેમની આવક મર્યાદા વાર્ષિક ૩ લાખ સુધીની છે, તેઓ અરજી કરી શકશે.

આ ફ્લેટની કિંમત પણ 3 લાખ છે અને વન વીએચકેની સુવિધા છે. તમામ અરજીનો ડ્રો કરવામાં આવશે અને ધોરણસર મળવા પાત્ર લાભાર્થીને આવાસની ફાળવણી કરવામાં આવશે. વધુ વિગત માટે મહાનગર પાલિકાની હાઉસીંગ સેલ શાખાનો સંપર્ક કરવો. અત્રે નોંધનીય છે કે, આવાસના અમૂક સ્થળ આસામીઓને પસંદ ન હોય તેનું કોઈ લેવાલ થતું નથી. જેના કારણે આવાસ યોજનામાં ફલેટ ખાલી છે.

ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ઘણા જૂના આવાસ કોલોનીના મકાનો ધારાશાહી કરવામાં આવી રહ્યા છે તે લોકોને સાંસદ સભ્ય દ્વારા પણ આસ્વાશન આપવામાં આવ્યું છે કે તેમના મકાનો તોડવામાં આવી રહ્યા છે તેમની સામે તેમણે બીજું મકાન અને વેકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવશે તો શું આ મકાન માથી તે લોકોને મકાન ન આપી શકાય ? આ સવાલ હાલ આવાસ કોલોનીમાં રહેતા લોકો ઉઠાવી રહ્યા છે.

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?