વડોદરા બિલ્ડર લોબીમાં સન્નાટો. ચાર બિલ્ડર ગ્રુપની 20 જગ્યાએ દરોડા, કરોડો રૂપિયાનુ બિન હિસાબી કાળું નાણું ઝડપાય તેવી શક્યતા !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડોદરા શહેરના ચાર બિલ્ડર ગ્રૂપને ત્યાં આજે વહેલી સવારે 150થી વધુ આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમે 20થી વધુ સ્થળે સામૂહિક દરોડા પાડી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીથી બિલ્ડર ગ્રૂપમાં સોપો પડી ગયો છે અને બિલ્ડરો ચિંતામાં મુકાયા છે.

માધ્યમો દ્વારા જાણવા મળ્યા મુજબ રત્નમ ગ્રુપ સાથે સંકળાયેલા આર્કિટેક તેમજ અન્ય ફાયનાન્સરને ત્યાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત વડોદરા શહેરના હાઈવે બાયપાસની આજુબાજુમાં સ્કીમો કરનાર બે બિલ્ડર ગ્રુપને ત્યાં પણ હાલમાં આવકવેરાની કામગીરી ચાલુ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવકવેરા વિભાગે વહેલી સવારથી શરૂ કરેલી કામગીરીમાં 150થી વધુ અમદાવાદ, સુરત અને વડોદરાના આવકવેરાના અધિકારીઓની અલગ અલગ ટીમો કામગીરી કરી રહી છે. દરોડા દરમિયાન બિલ્ડર ગ્રુપો પાસેથી કરોડો રૂપિયાનુ બિન હિસાબી કાળું નાણું ઝડપાય તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.

જાણવા મળ્યા મુજબ, દરોડા દરમિયાન આવકવેરા વિભાગની ટીમોએ બેનામી નાણાકીય વ્યવહારોની માહિતી તેમજ બિલ્ડર ગ્રુપ દ્વારા કરવામાં આવેલા જમીનોની ખરીદ-વેચાણ અને તેમાં થયેલા બેનામી વ્યવહારોની માહિતી મેળવી રહી છે. સાથે મહત્વના દસ્તાવેજો જપ્ત કરી તપાસ શરૂ કરી છે. એટલું જ નહીં કોમ્પ્યુટરો તેમજ અન્ય સાધન સામગ્રી પણ જપ્ત કરી કાર્યવાહી હાથ ધર્યાના અહેવાલો મળી રહ્યા છે. આ દરોડાની કામગીરી મોડીરાત સુધી ચાલશે તેમ જાણવા મળ્યું છે. દરોડા દરમિયાન કરોડો રૂપિયાનું બિનહિસાબી કાળું નાણું બહાર આવે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.

હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના નિલેશ શેઠ અને સોનક શાહ સાથે સંકળાયેલા બે મોટાં બિલ્ડર જૂથોને ત્યાં ઇન્કમટેક્સ વિભાગની ટીમો ત્રાટકી છે. વડોદરા, અમદાવાદ અને સુરત આમ ત્રણ શહેરની ટીમો બે બિલ્ડર જૂથોને ત્યાં દસ્તાવેજો, હિસાબી વહીવટ, ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સહિતના વ્યવહારોની ઝીણવટભરી તપાસમાં જોડાઇ છે.

દરોડામાં રિયલ એસ્ટેટ, ગ્રુપ સાથે સંકળાયેલા અન્ય ધંધા-વેપાર અને આર્કિટેક્ટ સુધી પણ તપાસનો રેલો પહોંચ્યો છે. વડોદરામાં આટલી મોટી કાર્યવાહીને પગલે બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ તપાસ લાંબી ચાલે તેવી શક્યતા છે.

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?