મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર વરસી ટીકાઓ, સોશ્યલ મીડિયા પર થયા ટ્રોલ !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें


રાહુલ ગાંધીએ વિદેશી ધરતી પર જઈને ભારતની અનામત નીતિની લઈને કરેલ નિવેદન માટે ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે ધરણા પર બેઠા હતા ત્યારે તેમના ફોટો તેમણે ફેસબુક પર અપલોડ કરેલ, ત્યારે જનતામાં જાણે રોસ ફાટી નીકળ્યો હોય તેમ કૉમેન્ટ જનતા દ્વારા કરવામાં આવેલ, આમ જોવા જઈએ તો એક સી.એમ. લેવલના વ્યક્તિની પોસ્ટમાં માત્ર ૧૧૩ કૉમેન્ટ જોવા મળી, સી.એમ.ની લોકચાહનામાં ખૂબ ઘટાડો જોવા મળી રહ્યો છે.

તેમની વોલ પર મૂકેલ પોસ્ટમાં ૭ થી ૩૦ કૉમેન્ટ જોવા મળે છે પરંતુ વિરોધ પ્રદર્શન વાળી પોસ્ટમાં ૧૧૩ કૉમેન્ટ જોવા મળી જેમાં ૪ કે પાંચ કૉમેન્ટને મૂકીને તમામ કૉમેન્ટ તેમના વિરોધમાં જોવા મળી રહી છે,

 

જેમાં લોકો અલગ અલગ કૉમેન્ટ કરી રહ્યા છે જેમાંથી અમુક કૉમેન્ટ દેખાડીએ છીએ જેમ કે એક યુજરે લખ્યું કે …અનેક કૌભાંડો અને અનેક સમસ્યાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની જરૂર છે. તો એક યુજારે એમ કહ્યું કે…

મમતાનુ રાજનામુ માંગનારા આપ ગુજરાતમાં થતા બળાત્કારો માટે જવાબદારી સ્વીકારી રાજીનામુ આપશો ??
એક વ્યક્તિએ લખ્યું કે…આવડા મોટા પદ ની ગરીમા ઝાંખી પાડી છે.

આમ ખૂબ પ્રમાણમાં ગુજરાતના લોકો હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલને ફેસબુક પર ટ્રોલ કરી રહ્યા છે આવી જ હાલત ગુજરાતના ઘણા નેતાઓની થઈ છે કે જેઓને હાલ જનતા
જવાબ આપી રહી છે અને સવાલોનો વરસાદ વરસાવી રહિ છે એનું માત્ર કારણ એ હોય શકે કે જનતા એટલા માટે નારાજગી વ્યક્ત કરી રહી છે કે જ્યારે બીજા રાજ્યોમાં કઈ બનાવ બને જે રાજ્યમાં ભાજપનું શાશન ન હોય તો ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને તમામ નેતાઓ તેમનો વિરોધ કરતા જોવા મળે છે, પરંતુ ગુજરાતમાં દિવસેને દિવસે બળાત્કારથી લઈને મર્ડરના બનાવો બની રહ્યા છે અથવા કોઈ તારાજીથી લોકોને નુકશાન થાય છે અથવા કોઈ મહાકાય કંપનીઓ જનતા પર અતિક્રમણ કરે છે ત્યારે મુખ્ય મંત્રીથી લઈને તમામ નેતાઓ ચુપ રહેતા જોવા મળે છે એટલે કે ત્યારે તેઓ જાડી ચામડીના થઈ જાય છે, અને બીજી બાજુ ગુજરાતના અખબાર ગુજરાત સમાચારે પણ મુખ્યમંત્રીને ટાંકીને લખ્યું છે કે “ગુજરાતની કલંકિત ઘટનાઓ ભૂલી રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે સી.એમ.ના ધરણાં” તેમને વધુમાં લખ્યું કે મહિલા સશક્તિકરણની વાતો કરતી સરકારને અબળાઓની પડી નથી.


આમ હાલ ભારતીય જનતા પાર્ટીના નેતા અને ગુજરાત ના મુખ્યમંત્રી ચારે દિશાઓથી ટીકાઓથી ઘેરાય ગયા છે.

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?