ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકામાં પાંચ વર્ષની નાની બાળકી પર ૪૦ વર્ષના યુવાને દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જે અંગે ભોગ બનનાર બાળકીના પિતાએ દુષ્કર્મ આચરનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ આચરનાર શખ્સને ઝડપી પાડી કાર્યવાહી હાથધરી છે.
સુરેન્દ્રનગર ખાતે રહેતો ૪૦ વર્ષિય યુવાન મુન્નાભાઈ તેજાભાઈ બારોટ તેમના સંબંધીમાં કોઈં અવસાન થયેલું હોવાથી લૌકિકે ધ્રાંગધ્રા તાલુકાના એક ગામમાં ગયો હતા. તે દરમિયાન ગામમાં અંદાજે પાંચ વર્ષની એક બાળકી ઘર પાસે રમી રહી હતી. તેને જોતા શખ્સે બાળકીને પાસે બોલાવી લાલચ આપી રિક્ષામાં લઇ જઈ દુષ્કર્મ આચાર્યું હતું. આથી બાળકીએ બુમાબુમ કરતા માતા-પિતા સહિત આસપાસના લોકો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.
જે બાદ પોલીસે સ્થળ પરથી દુષ્કર્મ આચરનાર શખ્સને ઝડપી પાડયો હતો અને બાળકીને સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલ તેમજ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર બાળકીના પિતાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. ત્યારે જનતામાં સવાલ થઈ રહ્યો છે કે ક્યાછે આંદોલનકારી ભાજપના નેતાઓ ચાલો ક્યારે પાછા ધરણા પર બેસવાના છો દરરોજ સવાર પડેને એક નાની બાળકી પીંખાઇ રહી છે
હવે ગુજરાતમાં કાળો કોપ વર્તાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના ગૃહ મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી આના પર પોતાની કઈ જવાબદારી સ્વીકારશે એ સવાલ છે. જ્યારે આટલા બનાવો બની રહ્યા છે ત્યારે સરકારની નીતિઓ પર સવાલ ઉઠી રહ્યા છે આના પર કોઈ ઠોસ કાર્ય કરવામાં આવવું જોઈએ જેથી આવા બનાવોને રોકી શકાય આના માટે જો કોઈને જવાબદાર ઠેરવી શકાય તો એ સરકારના વલણને જ જવાબદાર ઠેરવી શકાય.
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy