જામનગરમાં ટ્રાફીક પોલીસે મેગા ડ્રાઇવ હાથ ધરી જુદા-જુદા વિસ્તારોમાં સઘન ચેકીંગ કરી એક દિવસમાં 100 વાહન ડીટેઇન કરતા વાહન ચાલકોમાં દોડધામ મચી ગઇ હતી. લોકો સવાલ કરી રહ્યા છે કે જે ટ્રાફિકની સમસ્યા છે એ તો રીલાયન્સ અને નાયરા જેવી મહાકાય કંપનીઓની બસોની છે પરંતુ હાલ તો જામનગરના નાના માણસોના વાહનો જ ટ્રાફિકમાં સમસ્યા રૂપ હોય તેવું જામનગર પોલીસને લાગી રહ્યું છે. જામનગર શહેરમાં દિવાળીના તહેવાર નિમિત્તે આજુબાજુના ગામના લોકો પણ ખરીદી માટે આવી રહ્યા છે ત્યારે ટ્રાફિકની સમસ્યા ઉભી ન થાય તે માટે ટ્રાફિક શાખા દ્વારા શહેરના સાતરસ્તા સર્કલ, ખોડિયા કોલોની, દિગ્જામ સર્કલ, એસટી રોડ, જી.જી. હોસ્પિટલ, સુભાષબ્રિજ સહિતના વિસ્તારોમાં મેગા ચેકીંગ ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં ગેરકાયદે મુસાફર બેસાડતા ખાનગી વાહનો, રિક્ષા મળી 100થી વધુ વાહન પોલીસે ડીટેઈન કરી લીધા હતા.
હાલ પરિસ્થિતિ એવી છે કે મહાકાય કંપનીઓની ૧૦૦૦ કરતા વધુ બસો જામનગરમાં આટા એવી રીતે માટે છે કે જાણે કંપનીના ડાયરેક્ટર મુકેશ અંબાણી, અને ડાયરેક્ટર પરિમલ નથવાણી એ જામનગર વેચાતું લઈ લીધું હોય, મનફાવે તેમ રિલાયન્સની બસો શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે, ગુજરાતના બીજા તમામ શહેરોમાં મોટા વાહનોને શહેરમાં જવા માટેના સમય હોય તેમના નિયમ હોય પરંતુ અહી કોઈ નિયમ કે કોઈ સમય કંપનીઓને લાગુ પડતો નથી, સમર્પણ હોસ્પિટલથી, દિગજમ સર્કલ, ખોડીયાર કોલોની, શરૂસેક્સન રોડ, સાત રસ્તા સર્કલ આ બધું કંપનીઓની બસો ના હિસાબે સતત ટ્રાફિક જામ જોવા મળે છે ત્યારે બાળકોને સાયકલ લઈને સ્કૂલે જવાનું સપનું માત્ર સપનું જ બની ગયું છે, સમર્પણ હોસ્પિટલથી બીજો રૂટ જકાત નાકા સર્કલ, ત્યાંથી, રોજી પંપ, જનતા ફાટક ત્રીજી બાજુ લાલપુર સર્કલ આમ આખા જામનગરના રોડ રસ્તાને રિલાયન્સ અને નાયરા કંપની એ પોતાના બાપુજીની વિરાસત હોય તેમ બાનમાં લઈ લીધો છે, ઓછામાં પૂરું લાગવગશાહી ચલાવતા કોન્ટ્રાક્ટરો કે જેના સિમેન્ટ બનાવવાના ટ્રકો બેફામ જામનગર શહેરમાં દોડી રહ્યા છે તેમને પણ કોઈ કહેવા વાળો નેતા કે અધિકારી પેદા જ નથી થયો તેવું લાગી રહ્યું છે.
પરંતુ હાલ તો જામનગર પોલીસ ની ટ્રાફિક ડ્રાઈવ માં માત્ર જમાનગરના લોકોના જ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હોય તેવી વાત લોકો કરી રહ્યા છે અને તત્ર સામે સવાલ પણ ઊભો થઈ રહ્યો છે.
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy