બિહારમાં વધુ એક બ્રિજ ધરાશાયી, નીતિશના ડ્રીમ પ્રોજેક્ટ પર પાણી ફર્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ચોમાસાની એન્ટ્રી બાદથી બિહારમાં એક બાદ એક પુલ ધરાશાયી થવાના સમાચાર સામે આવી રહ્યાં હતાં. થોડા દિવસ પહેલા આ મુદ્દો બિહારના રાજકારણમાં ખૂબ ચર્ચામાં હતો. પુલ ધરાશાયી થવાનો મામલો હજુ ઠંડો પણ પડ્યો નથી કે સમસ્તીપુરમાં ફરી એક પુલ પડી ગયો છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો. ત્યાં હાજર લોકોમાં ભાગદોડ શરૂ થઈ ગઈ. આ ઘટના નંદની લગુનિયા રેલવે સ્ટેશન પાસે થઈ છે.

સમસ્તીપુરના નંદની રેલવે સ્ટેશન નજીક બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુનું કામ ચાલી રહ્યુ હતુ. રવિવારે મોડી સાંજે 2 પિલરની વચ્ચે સ્પેન રાખવામાં આવી રહ્યો હતો. ત્યારે અચાનકથી સ્પેન નીચે પડી ગયો. આ દુર્ઘટના બાદ ત્યાં હાજર લોકોમાં અફરા-તફરી મચી ગઈ. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવાના સમાચાર નથી.

દુર્ઘટના બાદ ઘટના સ્થળે જેસીબીને બોલાવવામાં આવ્યુ. જેસીબીએ રાત્રે પુલના કાટમાળને માટીમાં દબાવી દીધુ. તંત્ર આ સમાચારને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યુ હતુ. પરંતુ આ પ્રયત્ન નિષ્ફળ સાબિત થયો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બેદરકારી સંતાડવા માટે તંત્રએ આ પગલું ઉઠાવ્યુ હતુ. જોકે સ્પેન પડવાથી નીતીશ કુમારના ડ્રીમ પ્રોજેક્ટ પર પણ સવાલ ઉઠવા લાગ્યા છે.

https://x.com/ANI/status/1838092149147250758

બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુનું કાર્ય ઘણા વર્ષોથી ચાલી રહ્યુ છે. 2011માં આ પુલનો પાયો નાખવામાં આવ્યો હતો. 1603 કરોડના ખર્ચે બનનાર આ પુલનું કાર્ય 2016માં જ પૂરુ થવાનું હતું પરંતુ 1000 કરોડથી વધુ ખર્ચ થવા છતાં પુલનું 60 ટકા કામ જ થઈ શક્યુ છે. બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના ડ્રીમ પ્રોજેક્ટ્સમાં ગણવામાં આવે છે. જોકે પુલ બન્યા પહેલા જ ધરાશાયી થઈ ગયો છે.

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?