સનાતન સત્ય સમાચારે ચલાવેલ મુહિમથી જામનગરમાં દારૂ વેચવાના ધંધાની ઉત્તમ તક બંધ થઈ ગઈ છે. પોલીસની આ કાર્યવાહીની અમે સરાહના કરીયે છીએ. લાલપુરમાં દારૂની રેલમ છેલ હવે જોવા નહીં મળે, સગીર બાળકો પણ દારૂ વેચી રહ્યા હતા તે પણ સદંતર બંધ થઈ ગયું છે , જામનગરનું પોલીસ તંત્ર ઊંઘી રહ્યું છે ? આ સવાલ હવે જૂનો થઈ ગયો છે જામનગરનું પોલીસ તંત્ર જાગી ગયું છે. જનતાની પરેશાનીનો અંત લાલપુર તાલુકા પૂરતો હાલ આવી ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે.
વિડિયોની બંન્ને સ્ક્રીન પર અમે વિડીયો બતાવી રહ્યા છીએ જે અમે 2 દિવસ પહેલા સ્ટોરી ચલાવી હતી તેનું પરિણામ તમે જોઈ શકો છો સનાતન સત્ય સમાચાર પાસે લાલપુરના લોકો ફરિયાદ કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે પોલીસ દારૂ બંધીના કાયદાનું અમલ નથી કરાવી રહી અમે ફરિયાદ કરી કરીને થાકી ગયા છીએ, ત્યાર બાદ સનાતન સત્ય સમાચારે લાલપુરમાં દારુ બંધ કરવવાની મુહિમ છેડી હતી જેનું બે દિવસમાં પરિણામ આવી ગયું છે એટ્લે અમે કહીયે છીએ કે માત્ર જડપથી સમાચાર પહોચાડવું એ અમારું કામ નથી અમારું કામ છે કે જે સમાચાર કરીયે એનું પરિણામ આવવું જોઇયે, લોકોની સુખાકારી માટે અને લોકોની મદદ માટે અમારું આ મધ્યમ છે, અમે સચોટ પરિણામ માટે અને સાચી રીતે લોકોને મદદ રૂપ થઈ શકીએ એટ્લે સનાતન સત્ય સમાચાર ચલાવી રહ્યા છીએ. તમે સ્ક્રીનની બંન્ને બાજુ જોઈ શકો છો એક વિડીયો પહેલાનો છે કે જ્યારે દારૂની માર્કેટ ધમધમી રહી હતી અને બીજી સ્ક્રીન પર ગઈ કાલનો વિડીયો છે જે માર્કેટ લાલપુર પોલીસની કામગીરીથી બંધ કરી દેવામાં આવી છે. અમારા સમાચાર આવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને લાલપુરમાં બુટલેગરો જ્યાથી માલ ખરીદી રહ્યા હતા અને રિટેલમાં વેચી રહ્યા હતા ત્યાં ફોન કરીને બધો માલ રિટર્ન કરી દેવામાં આવ્યો હતો. આ માહિતી અમને સૂત્રો પાસેથી મળી હતી, અને અમને એ પણ માહિતી મળી હતી કે રીલાયન્સ કંપનીનાં એલ.સી. 8 ગેટની બહાર ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યો હતો જે અંદાજે પર દિવસ 1 લાખનો દારૂ ખુલ્લે આમ વેચાઈ રહ્યો હતો, સમગ્ર લાલપુરમાં દેશી દારૂનો ધંધો 3 લાખ કરતાં પણ વધારે રૂપિયાનો ચાલી રહ્યો હતો. એટ્લે વિચારવાનું એ છે કે દરરોજ 3 લાખનો દેશી દારૂ નો ધંધો બુટલેગરો કરી રહ્યા હતા એટ્લે કે માહિનામાં 90 લાખનો દારૂ અને 1 વર્ષમાં 10 કરોડનો દેશી દારૂનો ધંધો માત્ર લાલપુર તાલુકામાં થઈ રહ્યો હતો ત્યારે વિચારો કે જામનગર જીલ્લામાં કેટલો દારૂનો ધંધો થતો હસે. અને જો બધી જગ્યાએ આવુજ ચાલતું હોય તો સમગ્ર ગુજરાતમાં માત્ર દેશી દારૂનો ધંધો કેટલો થતો હશે ?
લાલપુરમાં છેલ્લા બે દિવસથી દારૂનો ધંધો સદંતર બંધ જોવા મળી રહ્યો છે પોલીસ સારા લેવલ પર એક્શનમાં આવી ગઈ છે અને તમામ જગ્યાએ પેટ્રોલીંગ ચાલી રહ્યું છે, અમે પણ જાણીએ છીએ કે એક પોલીસ ચોકી પર માત્ર દારૂ નું જ કામ નથી કરવાનું હોતું પોલીસ પાસે પણ ખૂબ કામ હોય છે અને પોલીસને તમામ કામ માટે સમય આપવો જ પડતો હોય છે બસ આશા કરીયે છીએ કે જે રીતે હાલ લાલપુરમાં પોલીસે બુટલેગરો પર લાલ આંખ કરી છે એવિ જ રિતે કાયમ માટે હવે દારૂ બંધી ના કાયદાનું કડક રીતે અમલવારી કરવામાં આવે તેવી આશા સાથે
ફરી એક વખત લાલપુર પોલીસનનો ખૂબ ખૂબ આભાર અને રિપોર્ટ આપનાર અને સમગ્ર મામલાને ઉજાગર કરનાર નરેશ ચાવડાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ !
બીજા ઘણા વિસ્તારો છે કે જ્યાં પણ દારૂની માર્કેટો લાગે છે આ તમામ જગ્યાએ અમારી ટીમની નજર રહેસે અને જેટલો પ્રયાસ અમારાથી થસે તેટલો જરૂર કરીશું અને જામનગર જીલ્લાને આ દારૂના દલદલ માથી મુક્ત કરાવવાના પૂરા પ્રયાશ કરીશું .
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy