જામનગરના રાજવી પરિવાર માટે આજે રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજા દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે, અને તેઓના વારસદાર તરીકે ભારતના ખ્યાતનામ પૂર્વ ક્રિકેટ ખેલાડી અને મૂળ જામનગરના વતની જામસાહેબના પરિવારના જ સભ્ય અજયસિંહજી જાડેજાને વારસદાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
રાજવી પરિવારનો બહુ મોટો ઐતિહાસિક નિર્ણય જાહેર કરતાં જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી મહારાજે વિજ્યાદશમીની પૂર્વ સંધ્યાએ વારસદાર તરીકે અજયસિંહજી જાડેજાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને કેપ્ટન પણ રહી ચૂક્યા છે. અજય જાડેજા વધારે પૂરતો સમય તેમના ગામ એટલે કે લાંબા ગામ માં પણ પસાર કરે છે જ્યાં તેમના જમીન ની સંભાળ પણ તેઓ ખૂબ બારીકાઇ થી રાખતા જોવા મળ્યા છે અને અજય જાડેજાના પિતા દોલતસિંહજી જાડેજા પણ લાંબા ગામમાં ખૂબ સમય વિતાવ્યો હતો અને કલ્યાણપુર તાલુકામાં આવેલ લાંબા ગામ સાથે પણ અજય જાડેજાનો ખૂબ નાતો રહ્યો છે.
વર્ષો થી એક ચર્ચા હતી કે જામસાહેબ ના વારસદાર તરીકે કોણ? જેનો જવાબ સમગ્ર જામનગર ને હાલ મળી ચૂક્યો છે અને આજ વિજયાદશમી ના દિવસે અજય જાડેજા રાજવી પરિવારની વિરાસત ને સંભાળશે તેવો લેટર જાહેર કરી જામસાહેબ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે.
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy