જામનગરમાં કરોડોની જમીન કોભાંડમાં કૃષિ મંત્રીના દીકરા, ધારાસભ્યના પિતા અને મોટા બિલ્ડર અને અગ્રણી વિરૂદ્ધ ફરિયાદથી ભારે ચકચાર :

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગરમાં કરોડોની જમીન કોભાંડમાં બિલ્ડર, આગેવાનો અને અગ્રણી વિરૂદ્ધ ફરિયાદથી ભારે ચકચાર થઈ રહી છે,

જામનગરમાં રણજીતસાગર રોડ પરની કરોડોની જમીનના કેસમાં અદાલતે કામચલાઉ મનાઇહુકમ ફરમાવ્યો છે. આ પ્રકરણમાં બિલ્ડર, આગેવાનો અને અગ્રણી વિરૂધ્ધ સિવિલ કોર્ટ અને પ્રાંત અધિકારી કચેરીમાં ફરિયાદ થતાં ભારે ચકચાર જાગી छे.

જામનગરમાં રહેતા મધુબેન મહેન્દ્રભાઇ પરમારે તેની સહ માલિકોની નગરસીમના રણજીતસાગર રોડ પર આવેલી કરોડોની કિંમતની જુદા-જુદા 6 સર્વે નંબરની ખેતીની જમીન કે જેમાં રેવન્યુ રેકર્ડમાં મધુબેન સહિત 23 વારસદારો અને સહમાલિકોના નામે છે તે જમીન મધુબેનની સહમતિ અને જાણ બહાર તેના ભાઇઓ તથા ભાઇઓના વારસદારોએ વેંચી નાખી હતી. જેમાં એક દસ્તાવેજ રૂ.1,69,68,000 નો લેનાર લાભુબેન જમનભાઈ ફળદુના નામે, બીજો દસ્તાવેજ રૂ. 3,08,74,000નો જમન શામજી, હરદાસ કરશન ખવાના નામે, ત્રીજો દસ્તાવેજ રૂ.1,86,32,500નો જયેન્દ્ર રાઘવજી મુંગરા, ગોરધનભાઈ મનજીભાઈ ભંડેરીના નામે, ચોથો દસ્તાવેજ રૂ.44,85,000નો જમન શામજીના નામે
તા.21-8-2024ના કરી દેવામાં આવ્યો છે અને સીટી સર્વેમાં તા.20-9-2024ના તાવાર નોંધણી પણ થઈ ગઈ છે. ત્યારે આ સમગ્ર સોદા અંગે વારસદાર મધુબેને પ્રાંત અધિકારી કચેરીમાં ફરિયાદ કરતા વધુ સુનાવણી તા.15-10-2024ના રાખવામાં આવી છે. બીજી બાજુ મધુબેને વકીલ ચંદ્રેશ મોતા મારફત આ જમીનના ચાર દસ્તાવેજો અવિભાજ્ય હિસ્સાની તેઓની જાણ બહાર થયા હોય તેઓ જમીનમાં સહમાલિક હોય પોતાનો હિસ્સો તાત્કાલીક અલગ કરી આપવા અને દસ્તાવેજો રદ કરવા સીવીલ કોર્ટમાં મનાઇહુકમ મેળવવા દાવો કર્યો હતો. જે ચાલી જતાં મધુબેનના વકીલની રજૂઆતો ધ્યાને લઇ ન્યાયાધીશે આગામી સુનાવણી સુધી જમીનના ટાઇટલ અને કબ્જામાં યથાવત સ્થિતિ જાળવી રાખવાનો સ્ટેટસ્કોનો હુકમ કર્યો છે.

હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે કૃષિ મંત્રી રાઘવજી પટેલના દીકરા દ્વારા આ પ્રકરણ આ કોભાંડ આચરવામાં આવ્યું હોય ત્યારે આના પર ખરેખર કોઈ કાર્યવાહી થશે કે પછી બંધ બારણે સમગ્ર પ્રકરણને દબાવી દેવામાં આવશે એ તો સમય બતાવશે.

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?