હેવાનીયતની હદ વટાવી, ખેડામાં પાડોશીએ 3 બાળકી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ, પોલીસે કરી ધરપકડ !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાત રાજ્યમાં સતત દુષ્કર્મના બનાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. ફરી એક બનાવથી રાજયમાં ખડભડદ મચી ગયો છે, રાજ્યભરમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે. માંગરોળ, વડોદરાના સામૂહિક દુષ્કર્મના કેસ બાદ હવે ખેડાના માતરથી દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં પાડોશી જ હેવાન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતાં ખેડા જિલ્લા પોલીસ અને એલસીબી સહિતની ટીમો દોડતી થઇ ગઇ છે.

ખેડાના માતરમાં પડોશી જ હેવાન બન્યો છે. પોતાની આસપાસ રહેતી ત્રણથી ચાર બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. ફરિયાદ મુજબ આરોપી ચંદ્રકાન્ત પટેલે 3 બાળકી પર દુષ્કર્મ આચર્યું છે. જ્યારે એક બાળકીની શારિરીક છેડતી કરી હોવાનો આરોપ છે. નરાધમે બાળકી પર આચરેલા દુષ્કર્મનો વીડિયો ઉતાર્યો હોનાની પણ માહિતી મળી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા જિલ્લાના માતરમાં પાડોશીએ 8 થી 11 વર્ષની 3 બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવી  હતી જ્યારે અન્ય એક બાળકી સાથે શારિરીક અડપલાં કર્યા હોવાના સમાચાર ખળભળાટ મચી ગયો છે. હાલમાં મળતી માહિતી અનુસાર હેવાન પડોશીએ બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યા બાદ વિડીયો પણ ઉતાર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ ખેડા જિલ્લા પોલીસ અને એલસીબી સહિતની ટીમ દોડતી થઇ ગઇ છે. પોલીસની ટીમે આરોપી ચંદ્રકાન્ત પટેલની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી દીધી છે.

ખેડા એસપી રાજેશ ગઢીયાનું કહેવું છે કે ‘ફરીયાદ બાદ આરોપીને ઝડપી લેવાયો છે. અને તેની પૂછપરછ કરાઈ રહી છે. આરોપીએ જુદી જુદી લાલચ આપીને ચાર બાળકીઓને શિકાર બનાવી છે. પોલીસ ફોરેન્સિક અને સાયન્ટિફિક રીતે સમગ્ર મામલે તપાસ કરાવશે.

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?