પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ બાપુને નમન કર્યા, પૂર્વ PMને પણ અંજલિ આપી;
રાહુલ ગાંધીએ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 155મી જન્મજયંતિ છે ત્યારે તેમને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. આ અવસર પર પીએમ મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધીથી લઈને કેન્દ્રીય મંત્રીઓ અને વરિષ્ઠ રાજનેતાઓએ બાપુને યાદ કર્યા. અનેક દિગ્ગજોએ રાજઘાટ પહોંચીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી.
ઓમ બિરલા અને ખટ્ટરે શ્રદ્ધાંજલિ આપી હતી
લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે રાજઘાટ પર મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી.
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર વિજય ઘાટ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું, ‘ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જન્મજયંતિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ, જેમણે દેશના સૈનિકો અને ખેડૂતોના આત્મસન્માન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.’
મહાત્મા ગાંધીને નમન કરતા મોદીએ કહ્યું કે તમામ દેશવાસીઓ વતી અમે આદરણીય બાપુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. સત્ય, સમરસતા અને સમાનતા પર આધારિત તેમનું જીવન અને આદર્શો દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણારૂપ બની રહેશે.
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને જન્મજયંતિ પર વિજય ઘાટ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાથે સાથે સમગ્ર દેશ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિની પણ ઉજવણી કરી રહ્યો છે. આ વિશેષ અવસરે શાળા-કોલેજો સહિત સરકારી કચેરીઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy