પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટને કોર્ટે આપી મોટી રાહત, 27 વર્ષ જૂના કેસમાં નિર્દોષ જાહેર; હાલ કસ્ટોડિયલ ડેથ કેસમાં ભોગવી રહ્યા છે આજીવન કેદ
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 27 વર્ષ જૂના કસ્ટોડિયલ ટોર્ચર કેસ (1997)માં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના પોરબંદરની એક કોર્ટે આ નિર્ણય આપ્યો છે.