સમગ્ર દેશમાં આવતા વર્ષથી વસ્તી ગણતરી શરૂ થઈ શકે છે. આ પ્રક્રિયા 2025 થી 2026 સુધી ચાલશે. આ આંકડા 2026માં પ્રકાશિત કરવામાં આવશે. ત્યાર બાદ લોકસભા સીટોનું સીમાંકન થશે. સીમાંકનની પ્રક્રિયા 2028 સુધીમાં પૂર્ણ થઈ શકે છે. ધર્મ અને વર્ગને ધ્યાનમાં લેવામાં આવશે. જાતિ ગણતરી અંગે હજુ નિર્ણય લેવાયો નથી.
દેશમાં આગામી વર્ષથી વસ્તી ગણતરી શરૂ થઈ શકે છે. સૂત્રોના હવાલાથી મીડિયા રિપોર્ટ્સમાં આ સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, આ વસ્તી ગણતરી 2025 થી શરૂ થશે અને 2026 સુધી ચાલુ રહેશે. સંપ્રદાયના આધારે વસ્તી ગણતરી કરવા પણ વિચારણા ચાલી રહી છે. વસ્તી ગણતરી બાદ લોકસભા સીટોના સીમાંકનનો રસ્તો સાફ થઈ જશે.
ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી 2011 માં નોંધાઈ હતી. તેનો આગળનો તબક્કો 2021માં શરૂ થવાનો હતો, પરંતુ કોવિડ-19ના બીજા તરંગને કારણે તેમાં વિલંબ થયો હતો. ત્યાર બાદ વસ્તી ગણતરીને લઈને અનેક સવાલો પૂછાઈ રહ્યા છે કે આગામી વસ્તી ગણતરીના ડેટા ક્યારે જાહેર થશે. હવે, કેન્દ્ર સરકારના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી વસ્તી ગણતરીના ડેટા 2026 માં ઉપલબ્ધ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વસ્તી ગણતરીના ડેટા રેકોર્ડ કરવાની પ્રક્રિયા 2025માં શરૂ થશે અને રિપોર્ટ 2026માં પ્રકાશિત કરવામાં આવશે.
સરકારે હજુ સુધી જાતિ ગણતરી અંગે નિર્ણય લીધો નથી, જેની માંગ ઘણા વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે વસ્તી ગણતરીમાં ધર્મ અને વર્ગને ધ્યાનમાં રાખવામાં આવે છે, પરંતુ આ વખતે લોકોને પૂછવામાં આવી શકે છે કે તેઓ કયા સંપ્રદાયને અનુસરે છે.
ભારતની વસ્તી ગણતરી દર દાયકામાં કરવામાં આવે છે, પ્રથમ વસ્તી ગણતરી 1872 માં હાથ ધરવામાં આવી હતી. આઝાદી પછી પ્રથમ વસ્તીગણતરી 1951માં નોંધાઈ હતી અને છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી. વસ્તીગણતરીનો ડેટા ભારત સરકાર માટે નીતિ ઘડતર અને અમલીકરણ માટે અને દેશમાં સંસાધનોના સમાન વિતરણની ખાતરી કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. વસ્તી ગણતરી, વસ્તી, આર્થિક સ્થિતિ વગેરે સહિતના ઘણા પાસાઓ પર પ્રકાશ ફેંકે છે. 2011ના ડેટા અનુસાર, ભારતની વસ્તી 121.1 કરોડ છે, જેમાં 52 ટકા પુરુષો અને 48 ટકા મહિલાઓ છે.
વિપક્સ દ્વારા જાતિ ગણતરીની માંગ ઘણા સમયથી ઉઠાવવામાં આવી રહી છે જેમાં મુખ્ય પાર્ટી કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જાણતા દળ આ મુદ્દાને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે અને આ મુદ્દાથી તેઓ સરકારને ઘેરી પણ રહ્યા છે તેઓનું માનવું છે કે જાતિ ગણતરીથી જ સ્પષ્ટ થસે કે દેશમાં કઈ જાતિ કેટલી છે અને તેમનો કેટલો હક છે અને હાલ તે કઈ પરિશ્તીતિમાં છે જેનાથી તેમના માટે નવી નીતિઓ ઘડી શકાય.
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy