બિહારના પૂર્વ Dy CM અને RJD નેતા તેજસ્વી યાદવ દ્વારા પટનામાં એક નિવેદન આપવામાં આવ્યું જેમાં તેમણે કહ્યું કે , JDU એ જ ભાષા બોલી રહી છે જે RSS બોલે છે, JDU આર.એસ.એસ. અને ભાજપના રંગમાં રંગાઈ ગઈ છે જેઓ રમખાણો ઇચ્છે છે, દેશને તોડવા માંગે છે અને જેઓ બંધારણ વિરોધી અને અનામત વિરોધી છે. બે સમુદાયો વચ્ચે સંઘર્ષ કરાવવા માંગે છે. શિક્ષણ, ખેતી, ગરીબી અને બેરોજગારી પર ચર્ચા થવી જોઈએ પરંતુ ભાજપ માત્ર મંદિર-મસ્જિદ, હિન્દુ-મુસ્લિમ, પાકિસ્તાન અને કાશ્મીર પર ચર્ચા કરવા માંગે છે. ગિરિરાજ સિંહ ટેક્સટાઈલ મિનિસ્ટર છે, તેમણે જવાબ આપવો જોઈએ કે બિહારને ટેક્સટાઈલ પાર્ક કેમ નથી મળ્યો હવે તેઓ અહીં લોકોને લડાવવા આવ્યા છે…’
જો ગિરિરાજસિંહ કે એમના જેવા લોકો અશાંતિ ફેલાવવાનું કામ કરશે તો અમે ચૂપ નહીં બેસીએ એમને મુહ તોડ જવાબ આપીશું – ANI
![Sanatan Satya Samachar](https://sanatansatyasamachar.com/wp-content/uploads/2024/09/Screenshot_20231224_184245_One-UI-Home_uwp_avatar_thumb.jpg)
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy