ફ્લાઈટ્સ બાદ હવે રાજકોટની હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, પોલીસ ફરી દોડતી થઈ !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

હાલ થોડા સમયથી ગુજરાતમાં બે ઘટના ખૂબ પ્લચલિત થઈ છે જેના સમાચાર વારંવાર સાંભદ્વ મળે ચ્હે એક નકલી કોર્ટ નકલી જજ. અને બીજુ રોજ નવી નવી ધમકીઓ. પહેલા ફલાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતી હતી હવે એ હોટલ સુધી પહોચી છે. વચ્ચે દિલ્હીમાં સ્કૂલોને ઉડાવી દેવાની ધકીઓ પણ મળી હતી અને પોલીસ દોડતી થઈ હતી. એવી જ ઘટના ફરી પ્રકાશમાં આવી છે.   રાજકોટ શહેરની 10 નામાંકિત હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી ગઈ છે. ફાઈવ સ્ટાર હોટલ ધ ઈમ્પિરિયલ પેલેસ, સયાજી હોટલ, કાવેરી હોટલ, જ્યોતિ હોટલ, પેરા માઉન્ટ, ધ એલિમેન્ટ્સ હોટલ, સીઝન્સ હોટલ, બિકોન હોટલ અને ધ ગ્રાન્ડ રેજન્સી હોટલ સહિતની હોટલ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. 12:45 વાગ્યે ધમકી ભર્યો મેઈલ મળતા જ પોલીસ તંત્ર એલર્ટ થયું છે અને તમામ હોટલ પર પહોંચીને તપાસ શરૂ કરી છે., છેલ્લા કેટલાક દિવસોથી ફ્લાઈટ્સમાં બોમ્બ હોવાની ધમકીઓ મળી રહી છે, ત્યારે હવે હોટલમાં બોમ્બની ધમકી મળી છે.

ક્રાઈમ બ્રાન્ચ, SOG, LCB, સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતનો કાફલો હોટલ્સ ખાતે પહોંચ્યો હતો. જોકે, એકપણ હોટલમાં હજુ સુધી કંઈપણ ના મળી આવતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. તો બીજી તરફ ધમકી ભર્યો મેઈલ કોણે કર્યો તે દિશામાં તપાસ ચાલી રહી છે. તહેવાર ટાણે ધમકી મળતા સમગ્ર શહેરમાં ચકચાર મચી છે. પરંતુ હાલ બધુ કુશળ છે

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?