જામનગરમાં બિહાર જેવી હાલત ? સાત રસ્તાથી નવડેરી સુધીના માર્ગમાં ગેંગ દ્વારા વાહન અથડાવી લોકો પાસેથી નાણા પડવવામાં આવે છે. પોલીસ વડાને ફરિયાદ !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગરમાં સાત રસ્તાથી નવડેરી સુધીના માર્ગમાં ઇરાદાપૂર્વક વાહનની ટક્કર મારી લૂંટ ચલાવતી ગેંગ આતંકથી રોષે ભરાયેલા નવા નાગના ગામ અને અન્ય ગામના 500થી વધુ લોકો જિલ્લા પોલીસ વડાની કચેરીએ ધસી ગયા હતાં અને લૂંટારૂ ગેંગ સામે તાકીદે સખત કાર્યવાહી કરવા માંગણી કરાઇ હતી. ત્યારે સવાલ એ ઊભો થાય ચ્હે કે જામનગરમાં આવા બનાવો બને ચ્હે ત્યાં સુધી પોલીસને ગંધ સુદ્ધા પણ નથી આવતી શું આવા લુટારુઓ લૂંટ કરતાં ફરે ચ્હે ત્યાં સુધી પોલીસ અજાણ હોય છે. કેમ ફરિયાદ થયા પહેલા પોલીસ આ બાબત પર જરાક પણ સજાગ નથી હોતી જો આવુને આવું ચાલ્યું તો જમાનગરમાં અને બિહારમાં ફરક શું રહી ગયો છે.

ગેંગ દ્વારા ઇરાદાપૂર્વક વાહન અથડાવી અકસ્માતના નામે અનેક લોકો પાસેથી નાણાં પડાવ્યાની ફરિયાદ

એસપીને કરેલી રજુઆતમાં ગેંગ દ્વારા ઇરાદાપૂર્વક વાહન અથડાવી અકસ્માતના નામે અનેક લોકો પાસેથી નાણાં પડાવ્યાની ફરિયાદ કરવામાં આવતા ચકચાર જાગી છે. નવા નાગના ગામના ગ્રામજનોએ શુક્રવારે જિલ્લા પોલીસ વડાની કચેરીએ ધસી જઇ કરેલી રજૂઆતમાં જણાવ્યાનુસાર, જામનગર નજીકના નવા નાગના ગામમાં રહેતા શાંતિલાલ પ્રાગજી નકુમ, દેવરાજભાઈ વિરજીભાઈ નકુમ, વિનોદભાઈ જીણાભાઈ નકુમ, નિતેષભાઈ કરશનભાઈ રાઠોડ હરિશભમાઈ દેવજીભાઈ નકુમ, રાજેશ જેરામભાઈ કટેશિયા, મુકેશભાઈ નાથાભાઈ રાઠોડ સહિતના લોકો આવા બનાવના લૂંટનો ભોગ બની ચૂક્યા છે.

મસમોટી રકમની લૂંટ ચલાવવામાં આવે છે

નવા નાગના ગામના રહેવાસીઓ કામ અર્થે સવારે જામનગર જાય છે. કામ પૂર્ણ થયા બાદ સાંજે જામનગરથી ઘરે પરત ફરતા સમયે સાત રસ્તાથી નવડેરી (નવા નાગના રોડ) સુધીના માર્ગમાં ગેંગના સભ્યો વાહન સાથે ઊભા હોય છે અને અન્ય વાહનચાલક પસાર થાય તેની સાથે પોતાનું વાહન ઇરાદાપૂર્વક અથડાવે છે. આટલું જ નહીં તેના વાહનમાં કોઈ નુક્સાની નહીં થઈ હોવા છતાં મસમોટી રકમની લૂંટ ચલાવવામાં આવે છે. જો નાણાં આપવામાં ન આવે તો ધમકી આપવામાં આવતી હોવાની ફરિયાદ પણ કરી છે. આ પ્રકારના એક કિસ્સામાં શાંતિલાલ નકુમને મોબાઈલ ફોનમાં અવારનવાર ધમકી મળતી હતી. આથી શુક્રવારે સતવારા સમાજના અગ્રણી મનસુખભાઈ ખાણધરની આગેવાનીમાં નવાનાગના, જુનાનાગના, ધુંવાવ, મોરકંડા, ખીમરાણા વગેરે ગામના 500 થી વધુ લોકો જિલ્લા પોલીસવડાની કચેરીએ ધસી ગયા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું.

લૂંટ ચલાવતા શખ્સોને પકડી પાડી કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે

જેમાં અકસ્માતના બનાવના ઓઠા હેઠળ લૂંટ ચલાવતા શખ્સોને પકડી પાડી કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે. લૂંટારૂઓ બેફામ, રૂા.40 હજાર પડાવ્યા બાદ વધુ નાણાં માટે ઘેર જઈ ધ મકી આપી ગ્રામજનોએ એસપીને કરેલી રજૂઆતમાં તાજેતરમાં દેવરાજભાઈ રાઠોડ વ્હોરાના હજીરા પાસેથી પસાર થતા હતાં. આ સમયે અન્ય વાહનમાં આવેલા બે શખ્સોએ પોતાનું વાહન તેની સામે પોતાનું વાહન ટકરાવી ધમકી આપી રૂ.40 હજાર પડાવ્યા હતાં. ત્યારબાદ પણ લૂંટારૂઓ અટક્યા ન હતાં અને દેવરાજભાઈના ઘેર જઇ વધુ રૂ.35 હજારની માંગણી કરી હતી.

આ સમયે દેવરાજભાઈએ બુમાબુમ કરતા ગ્રામજનો એકત્ર થઈ જતાં એક શખ્સ નાસી છુટ્યો હતો પરંતુ બીજો શખ્સ પકડાઈ જતાં લોકોએ તેને પોલીસને સુપ્રત કર્યો હતો. શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારના બનાવ બની ચૂક્યા છે લૂંટારૂ ગેંગના ત્રાસ અંગે રજૂઆત કરવા ગયેલા ગ્રામજનોની સાથે જોડાયેલા હિન્દુ સંગઠનના ભરતભાઈ ફલીયાએ જણાવ્યું હતું કે, શહેરમાં હરીયા કોલેજ રોડ, કનસુમરા પાટીયા, તળાવની પાળ વગેરે વિસ્તારોમાં પણ આવા લૂંટના બનાવ બની ચૂકયા છે. આથી તાકીદે આ લોકોને નિશાન બનાવી લૂંટ આચરતા શખ્સો સામે પગલાં લેવા માંગણી કરી છે.

હવે જોવાનું એ રહ્યું કે આ દિશામાં પોલીસ તંત્ર કેટલી સજાગતાથી કામ કરે છે.

ગુજરાતમાં હાલ કાનૂન વ્યવસ્થા ભયંકર કથડી રહી છે. સગીરા પર ગેંગરેપના મામલા હોય કે પછી ડ્રક્સ માફિયા હોય, કે પછી ચોરી અને લૂંટના ગુના હોય, કે પછી જમીન માફિયા હોય, આ બધા ગુના ને જોતાં લાગે છે કે ગુજરાત હવે કાયદા વ્યવસ્થામાં બિહારની સાઈડ તો નથી કાપી રહ્યું ને ?

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?