ધૂવા પરિવારના ચાર સભ્યોના સામુહિક આપઘાત પ્રકરણમાં આરોપીઓના જામીન નામંજૂર !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અશોકભાઈ જેઠાભાઈ ધુવા જે પરિવાર સાથે જામનગર માધવ બાગ ખાતે રહેતા હતા, ગત તારીખ 10-7-2024 ના રોજ તેઓએ પોતાના પત્ની અને 2 સંતાનો સાથે જેરી દવા પી આત્મહત્યા કરી હતી. બનાવની વિગત પોલીસ દ્વારા એ મળી હતી કે તેમની પાસે આરોપી વિશાલસિંહ ફતુભા જાડેજા તથા તેની સાથે શૈલેન્દ્રસિંહ દિલુભા જાડેજા, જયદીપસિંહ કનકસિંહ જાડેજા એ પૈસાની ઉઘરાણી લેવાની થતી હોવાનું જણાવી અને અશોકભાઈ ધુવાને જામનગર ખાતે કારખાને બોલાવીને બેફામ માર મારીને પુત્ર જીગ્નેશની હાજરીમાં તેઓને પરેશાન કરવામાં આવ્યા હતા, અને તેઓને અવારનવાર પઠાણી ઉઘરાણી કરી પરેશાન કરવામાં આવતા હતા.

આરોપીઓ દ્વારા અશોકભાઈને પૈસાનું લખાણ લખાવી અને પિતા પુત્રની રૂપિયા સાડા પાંચ લાખ માંગતા હોવાના લખાણમાં સહી લઈ અને હેરાન પરેશાન કરવામાં આવતા હતા. આ વચ્ચે અન્ય આરોપી વિશાલ પરસોત્તમ પ્રાગડા દ્વારા અશોકભાઈને આપવાના થતા રૂપિયા સાડા પાંચ લાખ ન આપતા આ સમગ્ર બાબત અંગે અશોકભાઈએ સ્યુસાઇડ નોટ લખી અને ભાણવડ તાલુકાના ધારાગઢ ગામે આવીને ગત તારીખ 10-7-2024 ના રોજ તેમના પત્ની લીલુબેન, પુત્ર જીગ્નેશ તેમજ પુત્રી કિંજલબેન સાથે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવ થી સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા હતા.

 

જે અંગે ભાણવડ પોલીસ મથકમાં પણ ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે અંગે તપાસ પૂર્ણ થતા પોલીસે સ્થાનિક કોર્ટમાં ચાર્જસીટ દાખલ કર્યું હતું. ચાર્જસીટ બાદ આરોપી વિશાલ પરસોતમભાઈ પ્રાગડા તથા જયદીપસિંહ કનકસિંહ ઝાલાએ જામીન અરજી કરતાં આ અંગે જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા વિરોધ વ્યક્ત કરતી દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી દીધી છે.

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?