જિલ્લા પોલીસવડા કચેરી ખાતે SP પ્રેમસુખ ડેલુના અધ્યક્ષ સ્થાને ક્રાઇમફેસ યોજાઈ હતી. જેમાં શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે સૂચના આપવામાં આવી. તેમજ બુટલેગર અસામાજિક પ્રવૃત્તિ કરનાર સામે તેમજ વ્યાજખોરની ઝુંબેશ સામે કડક કાર્યવાહી કરવી અને શહેરમાં બુટલેગર અને અસામાજિક તત્વોને નિયમિત પણે ચકાસણી કરવી અને આર્મ્સ એક્ટના આરોપીઓને ચેક કરવા તેમજ પેન્ડિંગ જૂના કેસો હોય તેમાં આરોપીને ઝડપથી પકડી પાડી કાર્યવાહી કરવા પણ ક્રાઈમ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી
આ ક્રાઈમ કોન્ફરન્સમાં શહેર DYSP જયવીરસિંહ ઝાલા ,ગ્રામ્ય DYSP રાજેન્દ્ર દેવધા,LCB પીઆઈ લગારિયા,SOG પીઆઇ બી.એન ચૌધરી તેમજ શહેરના સીટી A,B,C પોલીસ સ્ટેશનના પીઆઇ અને ગ્રામ્ય પોલીસ મથકના પંચકોષી A,B તથા લાલપુર, ધ્રોલ ,જોડીયા, જામજોધપુર, મેઘપર ,સિક્કા સહિતના પીઆઇ અને LCB PSI પી.એન મોરી અને પીએસઆઇ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. તેમાં તમામ અધિકારીઓને એસપી પ્રેમસુખ ડેલૂ દ્વારા શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી જરૂરી સુચના આપવામાં આવી હતી અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા અને લોકોની શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે કડક કાર્યવાહી કરવા પણ તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી