ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ અને માછીમારોની નજીવી બાબતે માથાકુટ, રિવોલ્વર હાથમાં હોવા છ્તા માર પડ્યો -કુહાડીથી હુમલો !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ ઉપર મંગળવારે જાફરાબાદ ખાતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.  ચેતન શિયાળ અમરેલીની રાજુલા વિધાનસભા બેઠકના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ છે. હુમલામાં ચેતન શિયાળને ગંભીર ઈજા થતાં તેને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મારામારીનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ચેતન શિયાળના હાથમાં પણ રિવોલ્વર જોવા મળી રહી છે. જે સોસ્યલ મીડિયામાં વાયરલ થયેલ છે. હાલ ચેતન શિયાળના પિતાએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

મળતી માહિતી મુજબ, ચંદ્રકાંત શિયાળ અને તેની સાથે અન્ય લોકો માછીમારી કરીને પરત ફરતા હતાં, તે દરમિયાન ચંદ્રકાંત અને અન્ય લોકો માછલી ખાલી કરવા જેટી પર જઈ રહ્યાં હતાં. ત્યારે યશવંત બારૈયાનું બરફ ભરેલું ટ્રેક્ટર રસ્તામાં આડુ પડ્યું હતું. જેને હટાવવાના મુદ્દે બંને પક્ષ તરફથી બોલાચાલી થઈ હતી. આ માથાકૂટ વધતાં ચંદ્રકાંતભાઈનો પુત્ર ચેતન શિયાળ પણ ત્યાં પહોંચ્યો. બાદમાં ઝઘડો વધતાં તે મારામારીમાં બદલાઈ ગયો. આ દરમિયાન આરોપીઓએ કુહાડી વડે જીવલેણ હુમલો કરી ચેઇન લૂંટી હોવાનો ચેતન શિયાળે આરોપ લગાવ્યો છે. ચેતન શિયાળ અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય હીરા સોલંકીનો જમાઈ છે.

આ ઘટનામાં માથાકૂટ દરમિયાન રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈના હાથમાં પણ રિવોલ્વર જોવા મળી રહી છે. જોકે, પોલીસે આ મામલે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.

ચેતન શિયાળને માથાના ભાગે ગંભીર ઈજા થતાં હાલ ભાવનગર સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાની જાણ થતાં અમરેલી ભાજપના નેતાઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતાં.

આ વિશે ચેતન શિયાળે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધાારે અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ચેતન શિયાળ પર હુમલો કરનાર 6 કરતા વધુ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે અટકાયત કરી છે. તેમજ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

https://x.com/kathiyawadiii/status/1851510437012967607

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?