રાજકોટમાં પૂર્વ મુખ્ય મંત્રીની સ્મરણાંજલિ સભા ; ભાજપ, કોંગ્રેસ અને આપ નેતાઓની હાજરી; જામનગરની દીકરી જલ પટેલનું ભાષણ થયું વાયરલ !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ચોથી પુણ્યતિથિએ રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા સ્મરણાંજલિ સભા યોજાઈ હતી. કેશુભાઈ પટેલનું અવસાન થયાના ચોથા વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને કેશુભાઈ પટેલનું નામ આપવા ઠરાવ થયો હતો. આ અંગે આગામી સમયમાં કેન્દ્ર સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવશે.

કાર્યક્રમમાં પાટીદાર ઉપરાંત અન્ય સમાજ અને રાજકીય પાર્ટી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પક્ષના આગેવાનોએ હાજરી આપી હતી અને  ‘હમ સબ એક હે’નો સંદેશો આપવામા આવ્યો હતો. આ તકે કેશુભાઈની વિશાળ પ્રતિકૃતિ સાથે સરદાર પટેલ અને છત્રપતિ શિવાજી મહારાજના કટઆઉટ જોવા મળ્યાં હતાં. કાર્યક્રમમાં ભાજપનાં પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ, મેયર નયનાબેન પેઢડીયા, વલ્લભ કથીરીયા ઉપરાંત શહેર કૉંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા ઉપરાંત આમ આદમી પાર્ટીના આગેવાન શિવલાલ બારસિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારે જામનગરની દીકરી જલ જયેશભાઇ પટેલ ને ભાષણ આપવા માટે સ્થાન આપવામાં આવ્યું હતું ચાર મિનિટના ભાષણ ને ત્યાં ઉપસ્થિત મહાનુભાવોથી લઈને તમામ લોકે ખૂબ બિર્દાવ્યું હતું હાલ આ ભાષણ યુટુબ અને બીજા સોસ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ વાઇરલ થઈ રહ્યું છે, જલ પટેલ અવાર નવાર ઘણા વિડીયો મૂકી રહ્યા છે અને લોકોમાં ખૂબ ચર્ચા જગાવી રહ્યા છે.

જલ પટેલ દ્વારા આપવામાં આવેલ ભાષણ

આપણા કેશુ બાપા નો જન્મ 24 7 1928 માં થયો હતો જેમનું નિધન પ્રગતિ 10 2020 માં કોરોના કાર્ડ દરમિયાન થયો હતો આજે આપણે સૌ અહીં આપણા વડીલ કેશુ બાપા ના પૂર્ણતિથી નિમિત્તે આપણે સૌ ભેગા થયા હોય હું આપણા કેશુ બાપા ના જીવન ચરિત્ર ઉપર બે શબ્દ કેવા માગું છું. કેશુ બાપા એ કિસાનના દીકરા હતા કેસુબાપા કોઈ પણ કામ કરવાનો સંકલ્પ કરે તે પછી તે કામ ગમે તેટલી મુશ્કિલવાળું હોય તે કામ કરતા કેશુ બાપા આત્મબળ વાળા હતા કેશુ બાપા આત્મવિશ્વાસ ઉપર ગમે તેટલું મુશ્કેલ કામ હોય તે પૂરું કરવાની ક્ષમતા રાખતા હતા જ્યારે આપણે કેશુ બાપાના દ્રઢ સંકલ્પની વાતો કરતા હોય અને કેશુ બાપા ના નામ નો અર્થ થતો હોય શ્રી લોડ ક્રિષ્ના ત્યારે મને આપણા ભગવત ગીતાનો અધ્યાય છ નો શ્લોક 24 યાદ આવે છે આપણા કેશુબાપા કેટલા દ્રઢ સંકલ્પ વાળા હતા એક ચકલીબેન દરિયાના કિનારે ઈંડા મૂક્યા પરંતુ વિશાળ દરિયો તેના મોજા દ્વારા ચકલીબેનના ઈંડા લઈ ગયો ચકલીબેન ખૂબ જ બેચેન હતા અને દરિયાનો ચકલીબેનના વિનંતી કરી મહેરબાની કરીને મને મારા ઈંડા પાછા દઈ દે દરિયા એ ચકલીબેન ની વાત ઉપર ધ્યાન ન આપ્યું એટલે ચકલીબેને દરિયાને સુકવી નાખવાનો નિર્ણય કર્યો ચકલી બેને પોતાની ટચૂકડી ચાંચ વડે દરિયાનું પાણી ઉલચવા લાગી ત્યારે બધા ચકલીબેનના અશક્ય સંકલ્પ માટે ચકીબેન ની મજાક ઉડાવવા લાગ્યા થોડા દિવસોમાં ચકલીબેનના કારનામા ની વાતો ચારે બાજુ ફેલાવવા લાગી અને છેવટે ભગવાન વિષ્ણુના વિરાટ વાહન વાહન પક્ષીના રાજા પક્ષીના રાજા ગરુડ મહારાજ સુધી પહોંચી જે ચકલીબેનના સંકલ્પની વાત સાંભળી ગરુડ મહારાજને પોતાની નાની ચકલી બેન ઉપર દયા આવી અને ગરુડ મહારાજે ચકલીબેન ને મળવા જવાનો નિર્ણય કર્યો. આવી નાની ચકલીબેનના દ્રઢ સંકલ્પની ગરુડ મહારાજ ખૂબ જ પ્રસન્ન થયા અને ગરુડ મહારાજે ચકલી બેનને મદદ કરવાનો વચન આપ્યું ગરુડ મહારાજે તરત જ દરિયાને ચકલીબેનના ઈંડા પાછા આપી દેવા જણાવ્યું જો દરિયો ચકલીબેનના ઈંડા પાછા નહીં આપે તો ચકલીબેનનું કામ હાથમાં લેશે તેમ ગરુડ મહારાજે દરિયાને જણાવેલું ગરુડ મહારાજની વાત સાંભળી દરિયો ભયભીત થઈ ગયો અને દરિયાને તરત જ ચકલી બેનના ઈંડા પાછા આપી દીધા જેવી રીતે આપણા કેશુ બાપા કેશુ બાપા એક કિસાનના દીકરા હતા જેથી તે આપણા કિસાનની આર્થિક પરિસ્થિતિને સમજી શકતા હતા. ખેડૂતના દીકરા દીકરીઓને ભણાવવાની વાત બહુ જ દૂરની રહી પણ ખેતી મજૂરી કરી ઘર ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ હતું તે વાત આપણા કેસુ બાપા બરાબર જાણતા હતા કે શું બાપા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી ગુજરાતના ગરીબ પરિવાર અને કિસાનને વધારેમાં વધારે સરકારી લાભ મળે તેવી યોજના લાવેલ કૃષિ સંબંધિત ઘણી બધી યોજના લાવેલ જેથી કિસાન તે સરકારી યોજના નો લાભ મેળવી શકે

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?