રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લામાં માવઠાના કારણે અસરગ્રસ્ત થયેલ ધ્રોલ તાલુકાના ઇટાળા,બિજલકા, ધુતારપર અને ધુડસીયા ગામે અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લઈ નુકસાનીની સમીક્ષા કરી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
કેબીનેટ મંત્રી સાથે સ્થાનિક ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા એ આ તકે ખેતરોની જાત મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે ચર્ચાઓ કરી હતી. કેબીનેટ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કામગીરી પૂર્ણ વહેલી તકે ખેડૂતોને નુકસાની અંગેની સહાય ચુકવવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઇટાળા,બિજલકા, ધુતારપર અને ધુડસીયા ગામે ખેતરેની મુલાકાત દરમિયાન કેબીનેટ મંત્રી સાથે ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મુંગરા, રસીકભાઈ ભંડેરી, ભીમજીભાઈ મકવાણા, સહિત ખેડુતો તથા જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલ, સ્થાનિક આગેવાનો તથા ગામના લોકો વગેરે જોડાયા હતા.
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લામાં માવઠાના કારણે અસરગ્રસ્ત થયેલ ધ્રોલ તાલુકાના ઇટાળા,બિજલકા, ધુતારપર અને ધુડસીયા ગામની મુલાકાત લઈ નુકસાનીની સમીક્ષા કરી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો તેમજ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો
વિવિધ સ્થળોએ ખેડૂતો તથા ગ્રામજનો સાથે બેઠક યોજી તેમના પ્રશ્નો સાંભળ્યા તેમજ સત્વરે તેનું નિરાકરણ લાવી આપવા ખાતરી આપી હતી.
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy