પોરબંદરના નામચીન ગેંગસ્ટર ભીમા દુલાની ધરપકડ, 70 જેટલા જીવલેણ હથિયારો અને 50 લાખ રોકડ જપ્ત !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પોરબંદરથી ખૂબ  મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આદિત્યાણા નજીક બોરિચા ગામથી કુખ્યાત અને નામચીન  ગેંગ લીડર ભીમા દુલા ઓડેદરા સહિત ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આજે વહેલી સવારે પોલીસે બોરિચા ગામે ગુપ્ત રીતે દરોડા પાડીને મોટું ઓપરેશન પાર પાડ્યું છે. પોરબંદરના નામચીન ગેંગસ્ટર  ભીમા દુલા ઓડેદરા ધરપકડની સાથે હથિયારો અને રોકડ પણ કબ્જે કરાઈ છે., થોડા દિવસો અગાઉ થયેલી મારામારીના કેસમાં ધરપકડ થઈ હોવાની પ્રાથમિક માહિતીમાં જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, દરોડા દરમિયાન પોલીસને 70 જેટલા હથિયારોનો મોટો જથ્થો અને રૂ.50 લાખથી વધુની રકમ પણ જપ્ત કરાઈ છે.  જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટા પોલીસ કાફલા સાથે પોલીસે ઓપરેશન પાર પાડ્યુ હતું. જોકે સમગ્ર ઓપરેશન અંગે જિલ્લા પોલીસવડા પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપશે તેવી માહિતી સામે આવી રહી છે.

પોરબંદર નજીકના બોરિચા ગામે કેટલાક દિવસો પહેલા મારામારીનો બનાવ બન્યો હતો. જે મામલે અજાણ્યા ત્રણ શખસો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જોકે ત્યારબાદ આદિત્યાણાના ભીમા દુલા ઓડેદરાનું પણ નામ અપાયું હોવાનું ધ્યાને આવતા પોલીસના ધાડેધાડા આદિત્યાણામાં ભીમા દુલાની વાડી (ફાર્મ હાઉસ) પર સવારે પાંચ વાગ્યા દરમ્યાન  ઉતારવામાં આવ્યા હતા. જ્યાંથી ભીમા દુલા સહિત ચાર શખસોની ધરપકડ કરીને પૂછપરછ માટે પોરબંદર લવાયા હતા. ડી.એસ.પી. ભગીરથસિંહ જાડેજા, ડી.વાય.એસ.પી., એણુ.સી.ભી. સહિતના સ્ટાફ સાથે ભીમા દુલા ઓડેદરાની પૂછપરછહાથ ધરવામાં આવી છે.

ભીમા દુલા પૂર્વ ધારાસભ્ય કરસન દુલા ઓડેદરાના ભાઈ છે. ભીમા દુલા ભૂતકાળમાં વોન્ટેડ હતો ત્યારે 3 વર્ષ બરડાના જંગલમાં રહ્યો હતો. બાદમાં પોરબંદર પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. રાણાવાવ ડબલ મેર્ડર કેસમાં સજા થઈ હતી. પોરબંદરના ગેંગ વોરમાં પણ તેમનું નામ આવ્યું હતું.

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?