શરદ પુર્ણિમાની રાત્રિએ જામનગર આહીર યુવા ગ્રુપ દ્વારા ભવ્ય રાસોત્સવ યોજાયો. વિશાળ સંખ્યામાં આહીર સમાજના લોકોએ ભાગ લીધો. સાંસદ અને ધારાસભ્યની વિશેષ હાજરી !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગર શહેરમાં શરદ પૂનમની રઢયાળી રાત્રે આહીર યુવા ગ્રુપ જામનગર દ્વારા આયોજિત રાસોત્સવના કાર્યક્રમમાં આહીર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, અને એક અવિસ્મરણીય પ્રસંગ વધુ એક વખત આહીર સમાજના આંગણે રાસોત્સવ બની ગયો, ભવ્ય રાસોત્સવમાં જાણીતા ગાયકો પ્રવિણ બારોટ અને ક્રિશ્ના કળથીયાએ પરંપરાગત ગરબાના તાલે સૌને ડોલાવી દીધા હતા. અને ખૂબ પ્રમાણમા ખેલૈયાઓ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ રમ્યા હતા. ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા સાંસદ પૂનમબેન માડમ તેમજ આગેવાનો દ્વારા ઈનામ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

આહીર યુવા ગ્રુપ જામનગર દ્વારા શરદ પૂર્ણિમાના પાવન પર્વે ભવ્ય રાસોત્સવનું આયોજન પ્રમુખ મહેશભાઈ નંદાણીયા અને યુવા ગ્રૂપની ટીમ દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવેલ. અને જે પ્રયત્નોથી સમગ્ર આયોજન દીપી ઉઠ્યું હતું  JMC ગ્રાઉન્ડ, સત્યમ કોલોની આહીર સમાજની બાજુમાં શરદ પૂનમની રઢીયાળી રાતે સતત 19માં વર્ષે આ આયોજન સમાજ માટે કરવામાં આવ્યું,  આ ભવ્ય રાસોત્સવમાં જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો.

સમાજના અગ્રણી રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓની રાસોત્સવમાં વિશેષ ઉપસ્થિત રહી અને દર વર્ષે જે રીતે યુવા ગ્રુપ દ્વારા પરંપરા જાળવી રાખવાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે તેને બિરદાવી અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા

આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, પૂર્વ સાંસદ વિક્રમ માડમ,આહીર સમાજ જામનગરના પ્રમુખ દેવશીભાઈ પોસ્તરીયા, સમાજ અગ્રણી ભીખુભાઈ વારોતરીયા, પ્રખ્યાત ધારાશાસ્ત્રી વી. એચ. કનારા સાહેબ, કરશનભાઈ કરમુર, મેરામણભાઈ ભાટુ, કોર્પોરેટર શ્રી રાહુલ બોરીચા, આહીર કર્મચારી મંડળના પ્રમુખ રામસીભાઈ ચાવડા, પ્રો નંદાણીયા સાહેબ, ડો અશોક રામ, ડો વિપુલ કરમુર, ડો જયેશ ભાઈ, હરદાસ ભાઈ કંડોરીયા, આહીર મહિલા મંડળ પ્રમુખ જ્યોતિબેન ભારવાડિયા, કરસનભાઈ ડાંગર, રણમલભાઈ કાંબરીયા, હમીરભાઈ નંદાણીયા, રાજુ ગાગિયા, સુરેશભાઈ વસરા, ભાવેશભાઈ  ગાગિયા (બાદશાહભાઈ), હિતેશભાઈ ગાગલીયા, તેમજ અન્ય યુવા ટીમ અને સામાજિક આગેવાનો હાજર  રહ્યા હતા.

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?