વડોદરા, રાજકોટ, ભુજ, ધાંગ્રધા અને મહેસાણા બાદ હવે સુરેન્દ્રનગરના થાનમાં સગીરાનું અપહરણ કરી આઠ શખસોએ આચર્યું દુષ્કર્મ !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરા, રાજકોટ, ભુજ, ધાંગ્રધા અને મહેસાણા બાદ હવે સુરેન્દ્રનગરના થાનમાં સગીરાનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ આઠ શખસોએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ડી.વાય.એસપી રબારીએ આપેલી માહિતી અનુસાર આ મામલે એકની ધરપકડ કરી લેવામાં આવી હતી. હાલ આવા બનાવોથી સમગ્ર ગુજરાતમાં એક ડનો માહોલ ઊભો થયો છે. દીકરીઓ માટે સલામત ગણાતું ગુજરાત હાલ ડર ના માહોલમાં ધકેલાય ગયું છે. સતત ગુજરાતમાં આવા બનાવો વધતાં જય રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર આના પર આગડ આવા બનાવો રોકવા શું પ્રયત્ન કરે છે એ જોવાનું જ રહ્યું.

સગીર પીડિતાની માતાએે આઠ નરાધમો સામે થાનગઢ પોલીસ મથકે અપહરણ અને દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી છે. આઠ શખસો માંથી કેટલાક આરોપીઓ દ્વારા 17 વર્ષીય સગીરાના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદ કરાઈ છે. અલગ અલગ 8 શકસોએ છેલ્લા સાત મહિનામાં સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ પોલીસ ફરિયાદમાં 8 આરોપીઓના નામ આપ્યા છે.

આરોપીઓ અજય ભરવાડ-અજય અલગોતર- શૈલેષ અલગોતર- ધ્રુવ ચાવડા -કૌશિક ગોસ્વામી-વિજયસિંહ સોલંકી-દર્શન સદાદિયા-કાનો ઉર્ફે હરી

પોલીસ પોલીસનું કામ કરસે પરંતુ સવાલ એ છે કે સરકાર એવું તે શું પગલું ભરસે કે આવા બનાવો અટકી શકે.

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?