ગુજરાત જાણે ગેંગરેપ માટે હવે બદનામ થઈ ચૂક્યું છે, દિવસે ને દિવસે બળાત્કાર અને ગેંગરેપના બનાવો ગુજરાતમાં બની રહ્યા છે સરકારના સુરક્ષાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. વડોદરામાં બીજા જ નોરતે નરાધમોએ 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ગરબા રમવા નીકળેલી સગીરા શહેરના ભાયલીથી 2 દૂર વિસ્તાર વામાં મિત્ર સાથે બેઠી હતી, ત્યારે 3 નરાધમોએ જઇ તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે, આ ઘટનાના 48 કલાક બાદ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ બનાવ જિલ્લા પોલીસ તંત્રના તાલુકા પોલીસ મથકની હદમાં બન્યો હોવાથી શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા આરોપીઓને જિલ્લા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રણ નરાધમ આરોપી સહિત તમામ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાંથી દુષ્કર્મ આચરનાર ત્રણ આરોપી વીધર્મી હોવાનું સામે આવ્યું છે. અને આ વિધર્મીઓ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે. તેમાં ઘણાં સમયથી તાંદલજા વિસ્તારમાં રહેતા હતા.
જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે, હાલ પોલીસ તંત્ર દ્વારા આરોપીઓને વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે. વેરીફાઈ થઇ ગયા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વડોદરા તાલુકા પોલીસ મથકથી અઢી કિલોમીટર દૂર ભાયલી-બીલ રોડ વિસ્તારમાં નવરાત્રિના બીજા નોરતે એટલે કે 4 ઓક્ટોબરના રાત્રે 11.30 વાગ્યાના સુમારે સૂમસામ અંધકારમય રોડ ઉપર ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરા અને તેનો 16 વર્ષનો મિત્ર બેસવા અને વાતો કરવા માટે ગયાં હતાં અને રાત્રે 12થી 1 વાગ્યાના સુમારે શરમજનક ગેંગરેપની ઘટના બની હતી. સગીરા અને તેનો મિત્ર પશ્ચિમ વિસ્તારનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ ચૂકી છે.
5 યુવાનો દારૂની મહેફીલ માણતા હતા ભાયલી-બીલ રોડ ઉપર જ્યાં દુષ્કર્મની ઘટના બની હતી. તે ઘટના નજીકમાં રોડના ડિવાઇડર ઉપર અગાઉથી 5 યુવાનો દારૂની મહેફિલ
માણી રહ્યા હતા. આ 5 યુવાનોએ ડિવાઇડર ઉપર બેસી વાતો કરી રહેલી સગીરા અને તેના મિત્રને જોયા હતાં. 5 યુવાનો પૈકી 2 યુવાનો બાઇક લઇ જતા રહ્યા હતા. જ્યારે નશામાં ચૂર ત્રણ યુવાનો સગીરા અને તેના મિત્ર પાસે પહોંચી ગયા હતા અને અભદ્ર વર્તન કર્યું હતું. આ દરમિયાન એક યુવાને સગીરાના મિત્રને પકડી રાખ્યો હતો અને બાકીના બે યુવાનો સગીરાને નજીકમાં ખેંચી જઇ દુષ્કર્મ આચર્યું હતું. પછી આ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં પીડિતાએ પોતાની જાતને સંભાળીને મિત્ર સાથે જાણ કરતાં પોલીસે પહોંચી ઘટનાસ્થળને કોર્ડન કરી લીધું હતું. સ્થળ પરથી ઘણા બધા પુરાવા મળ્યા હતા.
ગાંધીના ગુજરાતમાં સરકાર હંમેશા ગુજરાતની સુરક્ષાના બળોપા મારી રહી છે ત્યારે સરકાર ગુજરાતમાં આવા બનાવ રોકવામાં અસમર્થ હોય તેવું દેખાય રહ્યું છે.
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy