આશાસ્પદ વિદ્યાર્થી જય જોગલનું એટેક થી મૃત્યુ ! હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોત નિપજ્યું !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. ગરબે રમતા યુવકને એટેક આવવાની ઘટના હોય કે પછી જીમમાં કસરત કરતા યુવકને એટેક આવવાની ઘટના હોય. આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં જય જોગલ નામના યુવાનને હાર્ટ એટેક આવતાં તેનું મોત નિપજ્યું છે.

જામનગરમાં આહીર સમાજ વિદ્યાર્થી ભવન ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવકો વહેલી સવારે રનિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન જય નામના યુવકને હાર્ટ એટેક આવતા તે ત્યા મેદાનમાં જ ઢળી પડયો હતો. જેથી તેનું મોત થયું છે.

યવક સાથે અન્ય યુવકો પણ રનિંગ કરી રહ્યા હતા.

જામનગરના લાલપુર તાલુકાના મોટા ભરૂડિયા ગામના યુવકને જામનગરમાં રનીંગ કરતી વખતે એટેક આવ્યો હતો. જેથી તેનું મોત થયું છે. મળતી વિગત અનુસાર યુવકના પિતા મોટા ભરૂડિયા ગામના સરપંચ છે. યુવક સાથે અન્ય મિત્રો પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા અને રનિંગમાં સાથે હતા, તે દરમિયાન હળવી દોડ કરતી વખતે યુવકને એટેક આવ્યો હતો.

ગ્રાઉન્ડ પર રનિંગ કરતી વખતે યુવક ત્યા જ ઢળી પડ્યો હતો. જોકે, યુવકના મિત્રો યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. પરંતુ યુવકનું હોસ્પિટલમાં પહોંચે તે પહેલા મોત નીપજ્યું હતું. જામનગરની જી જી હોસ્પિટલમાં યુવકને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. જય હેમંતભાઈ જોગલ નામના યુવકને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. જેથી યુવકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?