“માસુમ બાળકીના હત્યારા આચાર્યના સબંધ ભાજપ સાથે”

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાતમાં આચાર્ય જ બન્યો હેવાન, શિક્ષણ જગતનો શરમ જનક કિસ્સો સામે આવ્યો છે, ! દાહોદ બાળકી મર્ડર કેસમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. 6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર અને બાળકીની ક્રૂરતા પૂર્વક હત્યા કરનાર શાળાનો  આચાર્ય જ નિકડ્યો અને આ આચાર્યનું કનેક્શન ભાજપ સાથે જોડાયેલું હોય એવી કેટલીક તસવીરો પણ સામે આવી છે. આચાર્ય ભાજપનો કાર્યકર્તા છે તેવું સાબિત થાય છે ! દાહોદના ગંભીર અને  શરમજનક કિસ્સામાં આચાર્યની ધડપકડ થઈ ચૂકી છે, ગૂજરાતમાં બાળકો શલામત કેમ નથી આ સવાલ ખૂબ જૂનો છે સાથે સાથે એક સવાલ એ પણ છે કે જે પણ આવા નરાધમો સામે આવે છે એમાં 80 ટકા ભાજપ સાથે જ કેમ જોડાયેલા હોય છે આપણે એમ નથી કહેતા કે ભાજપમાં છે એ બધા અપરાધી છે પરંતુ છેલ્લે આપણે જોયું કે જેટલા પણ બળાત્કારના અને ડ્રક્સ પકડાવના કેશો સામે આવ્યા છે તેમાં 80 ટકા અપરાધીની લિન્ક ભાજપ સાથે જોડાયેલ જોવા મળી છે, આવું કેમ થઈ રહ્યું છે આ સવાલ ખૂબ મોટો છે, અને ખૂબ જૂનો છે, આવા બનાવો સામે આવે ત્યારે એક વાર આપણા ઇતિહાસ તરફ નજર કરવી જોઇયે દુર્યોધન પણ ભગવાન શિવ ને માનતો હતો, રાવણ પણ ભગવાન શિવ ને માનતો હતો અને તેમની પુજા કરતો હતો એટ્લે આપણે આપણી અંતર આત્માને પૂછવાની જરૂર છે કે જેટલા પણ ધર્મ ના નામે પાખંડ ચાલે છે, જેમાં પાખંડ કરનાર ધર્મગુરુ હોય કે પછી ધર્મના નામે મત માંગનારી પાર્ટી હોય શું ધર્મની વાત કરતાં એ તમામ લોકો ધર્મી જ હોય છે ? શું ધર્મની વાત કરે એટ્લે આપણે આંખ બંધ કરીને ભરોસો કરી લેવો જોઈએ ? આ આપણી અંતર આત્માને પૂછવાનો સવાલ છે, કદાચ તો અને તોજ આપણે જવાબ મળી શકસે, બાકી આપણે માત્ર આપણાં મન અને બુદ્ધિનું સાંભડીને આપણી આત્માને હમ્મેશા માટે શાંત કરી નાખી હોય તો, કદાચ આપણી આત્મા પણ આનો જવાબ આપવા સક્ષમ નહીં હોય, એટ્લે સમયે સમયે આપની આત્મા સાથે સવાલ કરતાં રહેવું પડસે, ક્યાક એવો સમય આવીને ઊભો ન રહી જાય, કે મનુષ્યની આત્મા સંપૂર્ણ પણે સવાલના જવાબ આપવા સાક્ષમ જ ના રહે ! આજે જાણીએ આ ક્રાઇમ સ્ટોરીની સંપૂર્ણ હકીકત.

દાહોદમાં 19 સપ્ટેમ્બરે વિદ્યાર્થિનીની મળેલી લાશ બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો. 19 સપ્ટેમ્બરે સવારે હસતી રમતી શાળાએ જવા નીકળેલી બાળકીની સાંજે શાળામાંથી લાશ મળતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. આ મામલે પોલીસતંત્ર દોડતું થઈ ગયું હતું અને અલગ અલગ 10 ટીમ બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. 6 વર્ષની બાળકીનો હત્યારો બીજો કોઈ નહીં, પણ શાળાનો આચાર્ય જ નીકળ્યો. આચાર્ય ગોવિંદ રસ્તામાંથી જ બાળકીને ગાડીમાં બેસાડી લઈ ગયો હતો અને દાનત બગાડતાં દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે બાળકીએ બૂમાબૂમ કરતાં આચાર્યએ ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરી હતી. એ બાદ પોતે જ બાળકીની લાશને ક્લાસરૂમની પાછળ ખુલ્લી જગ્યામાં મૂકી દીધી હતી. પોલીસે હાલ આચાર્યની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ત્રણ દિવસ પહેલાં સીંગવડના પીપળિયા ગામે આવેલી તોયણી પ્રાથમિક શાળામાંથી ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષીય બાળકીનો મૃતદેહ 19 તારીખે સાંજના 6 વાગ્યાના આસપાસ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે બાળકીનું મોં દબાવી મોતને ઘાટ ઉતારાઈ હોવાનું સામે આવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો.

દાહોદ ACBએ પોલીસ સહિતની જુદી-જુદી ટીમો બનાવી શાળામાં તપાસ હાથ ધરી હતી, તે ઉપરાંત ડોગ સ્ક્વોડની મદદથી ઝીણવટપુર્વક તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. મૃતક બાળકીની માતા દ્વારા પોતાની પુત્રીને શાળાના આચાર્ય ગોવિંદ સાથે તેની ફોર વ્હીલર ગાડીમાં શાળાએ જવા તે દિવસે મોકલી હતી. આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસે આચાર્યની તેમજ શાળાના શિક્ષકોની પૂછપરછ કરતાં પ્રથમ તબક્કે આચાર્ય ગોવિંદે જણાવ્યું હતું કે, બાળકીને હું મારી ગાડીમાં બેસાડીને શાળામાં લાવ્યો હતો. પરંતુ ત્યારબાદ તે ગાડીમાંથી ઊતરી કઈ બાજુ ગઈ તેની મને ખબર નથી અને હું મારી રોજિંદી કામગીરીમાં લાગી ગયો અને શાળામાંથી છૂટ્યાં બાદ મારા ઘરે જતો રહ્યો હતો, તેમ આચાર્યએ ઢોંગ કરી પોલીસને ગેરમાર્ગે દોરી હતી.

આચાર્ચની વાતો પોલીસને ગળે ન ઊતરતાં તેના મોબાઈલ ફોનનું ટેક્નિકલ એનાલિસિસ કર્યું. જેમાં બાળકીને જે સ્થળેથી બેસાડી ત્યાંથી શાળામાં આવવા માટે લાગતા રોજિંદા સમય કરતાં બનાવના દિવસે વધારે સમય લાગ્યો તેમજ કોલ રેકોર્ડ આધારે આચાર્યને ઊંડાણપૂર્વક અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આચાર્ય ભાંગી પડ્યો હતો. આચાર્યએ કબૂલ્યુ કે, પોતાની ગાડીમાં બાળકીને બેસાડ્યાં બાદ બાળકી સાથે છેડછાડ તેમજ અડપલાં કરતાં બાળકી બૂમાબૂમ કરવા લાગી હતી. જેથી બાળકીનું મોઢું દબાવી દેતાં બાળકી બેભાન થઈ ગઈ. ત્યારબાદ તેને પોતાની ગાડીની પાછળની સીટમાં મૂકી શાળામાં લઈ આવ્યો હતો અને બાળકીને ગાડીમાં લોક કરી મૂકી રાખી હતી. શાળા છૂટ્યાં બાદ પરત જતી વખતે આચાર્ય પોતાની જાતે બાળકીની લાશને શાળાના ઓરડા અને કંમ્પાઉન્ડ દીવાલની વચ્ચે મૂકી આવ્યો હતો અને તેની સ્કૂલ બેગ તથા ચંપલ તેના વર્ગખંડ બહાર મૂકી દીધાં હતાં.

શાળામાં મૃતક બાળકી સાથે ભણતાં વર્ગનાં બાળકોની સાથે પોલીસે કુનેહપૂર્વક મિત્રતા કેળવી પૂછપરછ કરતાં એવું ધ્યાને આવ્યું કે, મૃતક બાળકી શાળામાં આવી જ નથી, જે બાબતેની ખાતરી તેના વર્ગ શિક્ષક દ્વારા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે શાળામાં ભણતાં અલગ-અલગ 30 જેટલાં બાળકોની પૂછપરછ કરતાં એવી હકીકત સામે આવી હતી કે, શાળા છૂટ્યા સુધી મૃતક બાળકી જ્યાંથી મળી તે સ્થળ પર હતી જ નહીં તેમજ તેની સ્કૂલ બેગ-ચંપલ પણ વર્ગખંડની બહાર ન હતાં. આ ઉપરાંત શાળાના શિક્ષકોનું કહેવું છે કે, શાળા છૂટ્યા બાદ ઘરે જતી વખતે બાળકી આચાર્યની ગાડીમાં સૂતેલી જોવા મળી હતી.

આરોપી આચાર્ય ગોવિંદ દ્વારા પુરાવાનો નાશ કરવા માટે પોતાની ફોર વ્હીલર ગાડીને ગોધરા મુકામે ધોવા પણ લઈ ગયો હતો. ત્યારે તે પહેલાં બાળકીને જે દિવસે મોતને ઘાટ ઉતારી તે દિવસે આચાર્યએ બાળકીને પોતાની ફોર વ્હીલર ગાડીમાં લાવી શાળામાં ગાડી પાર્ક કરી હતી અને બપોર બાદ ખુદ જાણીજોઈને પોતાની ફોર વ્હીલર ગાડીના કાચ ખોલ્યા હતા, જેથી આવતાં જતાં શિક્ષકો સહિત શાળાનાં બાળકો આ જોઈ પોતાને ખબર નહીં બાળકી પોતાની ગાડીમાં કેવી રીતે આવી, તે રીતનો ઢોંગ પણ કરવામાં આવ્યો હતો.

સમગ્ર કેસમાં પોતે દાહોદ જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલા દ્વારા સતત ત્રણ દિવસ સુધી આ કેસમાં નજર રાખી પોતાના દિશાનિર્દેશ હેઠળ કેસની ઊંડાણ સુધી પહોંચવા માટે રાતદિવસ એક કર્યાં હતાં. દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા ગુનાનો ભેદ ઉકેલવા માટે જિલ્લાની તમામ પોલીસને આ કેસમાં સક્રિય કરી હતી. વિવિધ ટેક્નિકલ સોર્સના આધારે આરોપી સુધી પહોંચવા માટે પોલીસે તમામ સોર્સનો ઉપયોગ કરી આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે દાહોદની ઘટના બાદ શિક્ષણ સંકુલની અંદર બાળકોની સલામતીને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. દાહોદની ઘટનામાં આચાર્યનાં કરતૂતો સામે આવ્યાં છે. 6 વર્ષની માસૂમની હત્યા કરનાર આરોપી આચાર્ય ગોવિંદ નટ ભારતીય જનતા પાર્ટીની સંસ્થા સાથે સંકળાયેલો છે. ઉપલેટામાં પણ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટના બની હતી, જેની ફરિયાદ પણ લાંબા સમયના વિવાદ પછી નોંધાઈ, પણ અંતે ભાજપની જિલ્લા પંચાયત સાથે જોડાયેલા લોકો જ આરોપી નીકળ્યા. અન્ય રાજ્યમાં ઘટના બને તો રાતોરાત લોકો મીણબત્તી લઈને ટ્વીટ કર્યું હોય, પણ હજુ સુધી મુખ્યમંત્રી કે ગૃહ રાજ્યમંત્રીનું એકપણ ટ્વીટ નથી આવ્યું. એ જ રીતે બોટાદમાં પણ એક શિક્ષક દ્વારા માસૂમ બાળકી સાથે અણછાજતો વ્યવહાર થયો. આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી છે. એ બાદ લાગે છે કે દીકરીઓ હવે સલામત નથી, પણ ખાસ કરીને દાહોદની ઘટના આપણા તેમજ વાલીઓ માટે ચિંતાજનક છે. આટલી ઘટના બને છે તો સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ક્યાં છે? માત્ર કાગડ પર જ હોય એવું લાગે છે.

ભાજપનાં સહપ્રવક્તા ડો. શ્રદ્ધા રાજપૂતે જણાવ્યું હતું કે દાહોદમાં જે ઘટના બની એ દુઃખદ છે. દીકરી સાથે જે ઘટના બની છે તેના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે, જેને કાયદાની રીતે સખતમાં સખત સજા કરવામાં આવશે. આ આરોપી ભાજપ પાર્ટી સાથે સંકળાયેલો હોય કે કોઈ અન્ય પાર્ટી સાથે સંકળાયેલો હોય, તેના માટે કાયદો અને નિયમ અલગ નથી. કાયદો તેના પર પણ એટલો જ લાગુ પડે છે. તે અમારી પાર્ટીના કોઈ કાર્યક્રમમાં આવ્યો હશે કે કોઈ જોડે ફોટો ખેંચાવ્યો હશે એ વસ્તુ અસ્થાને રહી જાય છે. જો તે કોઈ હોદ્દા પર હશે અને શિષ્ટની કાર્યવાહી કરવાલાયક હશે તો પાર્ટી તેની સામે જરૂર કરશે. અત્યારે તો મારી જાણ પ્રમાણે તે કોઈ હોદ્દા પર નથી. બધાએ એક જ માગ કરી છે ત્યારે મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી આ મામલે કડકમાં કડક પગલાં લેશે એની ખાતરી પણ આપી છે.

બાળકીની હત્યા મામલે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, દાહોદની આ ઘટના આપણા માટે રેડ સિગ્નલ સમાન છે. આ પ્રકારના કૃત્યો રોકવા માટે સરકારે એક જિલ્લા તેમજ તાલુકા લેવલની કમિટી બનાવવી જોઈએ. જેમાં, એક મહિલા પોલીસ અધિકારી, એક ડિસ્ટ્રિક્ટ નિવૃત્ત જજ, એક એડવોકેટ અને એક કોઈ પોલીસનો માણસ હોય. આ તમામ લોકો શિક્ષકોના મગજ ચેક કરે કે આ લોકોની માનસિક્તા કેટલી છે. જો આવી કમિટીઓની રચના થાય તો કઈક ફર્ક પડે. આવા કૃત્ય કરનારને તો ફાંસી જ આપવી જોઈએ.

ત્યારે અમારે ગેની બેન ને કહેવું છે કે બેન આખો ઘાણવો જ દાજી ગ્યો હોય ત્યાં કોઈ શું કરી શકે અને જો કદાચ આવા મશીન બન્યા હત કે આવા અપરાધી શિકસકોના મગજ ચેક કરી શકે તો એ મશીન માં પણ કેમ ભ્રસ્તાચર કરવો એ પણ આજના સરકારી બાબુ અને ભસ્ટ નેતાઓને સારી રીતે આવડી ગયું છે, બાકી કોઈ માણસનું કામ તો છે જ નહીં કે કોઈના મગજ ચેક કરી શકે. આનો કોઈ ઉપાય એટ્લે નથી મળી રહ્યો કારણ કે આપણે ધર્મના પાટા બાંધી લીધા છે એટ્લે શું ખોટું શું સાચું એ આપણે જાણવું જ નથી. બાકી પાંચ વરસે સરકારો બદલાતી હોય તો અને તો જ  સાચી લોકશાહીનો આનંદ સમગ્ર રાજ્ય ભોગવી શકે. બાકી ખેતરમાં આખલા છૂટા રખડતા હોય, અને આખલાઓને જ ખેતરનું ધ્યાન રખવાનું સોપયુ હોય તો પછી  ખેતર બચાવવું ખઅને એમથી ઉપજ લેવી શક્ય જ નથી.

સહુ સલામતના દવા કરતી રાજ્ય સરકારના મુખ્ય મંત્રીને અમારો સવાલ એ છે કે આ ગંભીર ઘટના ને તમે કેમ ગંભીર મણિ જ નથી ત્યાં બંગાળ માં આવું થાય અને આપણે મિનબતી લઈને નિકડીએ આપણે ગુજરાત તરફથી નિવેદનો પણ આપીએ તો પછી આ ઘટના માં તમે કેમ કોઈ પત્રકાર પરિષદ નથી યોજી કે તમે કેમ ગુજરાત ની જનતાની માફી નથી માંગી તમે આવું કરત તો હવે પછીના બનાવોમાં આવા નરાધામો સમજી જાત અને આવી ગંભીર ઘટનાને મુખ્યમંત્રી પણ ધ્યાન આપે છે આવું ઉદાહરણ બેસી જાત, ઘણી અનસે અપરાધો માં રોક લાવી શક્ત પરંતુ તમે એવું નહીં કરો કારણ કે આ અપરાધી આચાર્ય ના છેડા ભાજપ સાથે જોડાયેલ છે એટ્લે કોઈ ઉહાપોહ ગુજરાત માં થવો જ ન જોઇયે ભલે 2 દિવસ છાપામાં છપાય, બાકી લોકો ભૂલી જ જવાના છે અને આમ પણ તમારે ચૂટણીમાં ક્યાં આવા મુદ્દા પર ગુજરાતની જાણતા ધ્યાન દેવાની જ છે એ પણ તમને ખ્યાલ જ છે

કારણ કે મત તો હિન્દુ મુસ્લિમ અને મોદી ના નામથી જ મળવાના છે

જોવાનું હવે એ છે કે આગળ જતાં આવી ક્રૂર મનશીકતા વાળા શિસકો અને આચાર્ય વાલીઓ સાથે વિશ્વાસઘાત ન કરે, અને આવા કુમડા માસૂમ બાળકો આગળ જતાં પિંખાય નહીં એના માટે આગળ સરકાર શું પગલાં ભરે છે.

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?