વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ તત્કાલીન મનપા કમિશનર વિનોદ રાવ સામે તપાસનો આદેશ કર્યો છે. વિનોદ રાવે હાઈકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં સુપ્રીમકોર્ટે રાવની અરજી ફગાવી તેમની સામે તપાસ કરવાનો આદેશ કર્યો છે
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તપાસની શરૂઆતમાં તેને વિફલ કરવાનું કોઈ કારણ નથી, કોર્ટના આદેશની ટિપ્પણીઓથી પ્રભાવિત થયા વગર તપાસ અધિકારી તપાસ કરી રહ્યાં છે. આ ઉપરાંત, સત્ય શોધક સમિતિના અહેવાલમાં પણ બંને તત્કાલીન મહાનગર પાલિકાના કમિશનરે બેદરકારી દાખવી હોવાનો ઉલ્લેખ થયો હતો.’
હરણી દુર્ઘટના મામલે અગાઉ હાઈકોર્ટે બે આઈ.એ.એસ. અધિકારી એવા તત્કાલીન મ્યુ. કમિશનર વિનોદ રાવ અને એચ.એસ. પટેલ સામે કાર્યવાહી કરવા માટે સરકારને આદેશ કર્યો હતો. હાઈકોર્ટે નોંધ્યું હતું કે, ‘બંને અધિકારીઓને સત્તાનો દુરુપયોગ કરીને પોતાની જવાબદારી નીભાવી ન હતી.’ પરંતુ બંને કમિશનરે હાઈકોર્ટની નોટિસનો જવાબ આપવાની જગ્યાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેવામાં સુપ્રીમ કોર્ટે તેઓની અરજીને ફગાવી દીધી છે.
વડોદરામાં 18મી જાન્યુઆરીએ હરણી લેકઝોન દુર્ઘટનામાં ન્યુ સનરાઈઝ સ્કૂલના નિર્દોષ 12 માસુમ બાળકો સહિત 14 વ્યક્તિના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત થયા હતા. સમગ્ર ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટે બે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને જવાબદાર ઠેરવ્યા હતા.
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy