ફોરેસ્ટ વિભાગના ઉમેદવારો છે કે આતંક વાદી ? યુવરાજ સિંહ નો આક્રોસ !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઘણાં સમયથી વન વિભાગની ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી પ્રક્રિયા સતત વિવાદમાં છે. આ પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ ન થતાં રાજ્યભરમાંથી ઉમેદવારો ગાંધીનગરમાં ઉમટી પડ્યા છે. ઉમેદવારો CBRT પદ્ધતિ રદ કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે પથિકાશ્રમ નજીક એકઠા થયેલા ઉમેદવારો અરણ્ય ભવન રજૂઆત કરવા પહોંચે તે પહેલા જ હાજર પોલીસ કર્મીઓએ ઉમેદવારોની અટકાત કરી હતી. છેલ્લા બે-ત્રણ વર્ષથી સરકારની નોકરીની રાહ જોઈને બેઠલા ઉમેદવારોનો આક્રોશ સાતમે આસમાને પહોંચ્યો છે. ઉમેદવારો સરકાર પાસે પોતાની માગણી સ્વીકારવાની અપીલ કરી રહ્યા છે.

ગાંધીનગરના પથિકાશ્રમ ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો આંદોલન અને રજૂઆત માટે એકઠા થયા હતા. અહીં ઉમેદવારો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા હતા. આ દરમિયાન પોલીસ જવાનોએ ઉમેદવારની ટિંગાટોળી કરીને અટકાયત કરી હતી. આ ઘટના પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે X પર વીડિયો શેર કરતાં લખ્યું છે કે, ‘ઉમેદવારો છે કે આતંકવાદી?’

8થી 27 ફેબ્રુઆરી 2024 સુધીમાં રાજ્યમાં વનવિભાગની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 823 જગ્યા માટે 8 લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેના પરિણામમાં આઠ ગણા ઉમેદવારો જાહેર થતાં જ ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે. CBRT નોર્મલાઇઝેશન મેથડના કારણે અન્યાય થયો હોવાનો ઉમેદવારોનો આક્ષેપ છે. ત્યારે આજે ફરીવાર પડતર માંગણીને લઈને ઉમેદવારો ગાંધીનગર આવી પહોંચ્યા હતા. જ્યાં પોલીસે 300 જેટલા ઉમેદવારોની અટકાયત કરી હતી. તેમ છતાં બીજા દિવસે મોટી સંખ્યામાં આ ઉમેદવારો ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા એટલે કે વિધાનસભા સામે એકઠા થઈ ગયા હતા. જેના કારણે ગાંધીનગર પોલીસ પણ દોડતી થઈ હતી. ત્યારબાદ આગેવાનોને સરકાર સાથે મંત્રણા કરવા માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં આઠ ગણા ઉમેદવારોને બદલે 25 ગણા ઉમેદવારોના પરિણામ જાહેર કરવાની તેમજ 8 ઑગસ્ટે ઉમેદવારોની યાદી જાહેર કરવાની પણ બાંહેધરી આપવામાં આવી હતી. જો કે હજી આંદોલન મવાનું નામ લેતું નથી અને ઉમેદવારો CBRT પરીક્ષા પદ્ધતિ જ રદ કરવાની માંગ યથાવત્ રાખવાનું  કહી રહ્યા છે. સરકાર દ્વારા તેમની માંગણીઓ સત્વરે સંતોષવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનવાના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે.

 

આપ સનાતન સત્ય સમાચારના તમામ સોસિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાયેલ રહેજો વિડીઓને સેર કરજો અને તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો

જય સનાતન જય હિન્દ

Sanatan Satya Samachar
Author: Sanatan Satya Samachar

The Fourth pillar of democracy

Leave a Comment

और पढ़ें

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?