પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવા સપ્તાહના ભાગરૂપે અને જામનગર- દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકસભાના સાંસદ પૂનમબેન માડમના જન્મદિવસ નિમિત્તે મેગા સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
આ મેગા કેમ્પમાં જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાંથી નામાંકિત નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહીને દર્દીઓનું નિદાન કર્યું .આ નિષ્ણાતો વિવિધ રોગોના નિદાનમાં નિપુણ હોવાથી દર્દીઓને સચોટ સારવાર મળી. કેમ્પમાં દર્દીઓને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી, કેમ્પનું આયોજન ઓશવાળ સેન્ટર, જામનગર ખાતે સવારે 9.00 થી સાંજે 6.00 દરમિયાન કરવામાં આવ્યું. જામનગર શહેરના નાગરિકોને આ કેમ્પનો લાભ લીધો અને રક્તદાન કર્યું, સાંજના 3 વાગ્યા સુધી 500 બોટલ બ્લડ ડોનેટ થયું હતું અંદાજે ટોટલ 1000 બોટલ બ્લડ એકત્રિત થસે.
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy