મનુષ્યની અંદર જ્યારે રાક્ષસ પેદા થાય અને તે મનુષ્ય માટીને દાનવ બની જાય ત્યારે મનુષ્ય શું કરે અને કેવા ભયાનક દ્રશ્યો ઊભા કરી નાખે એ આજની ક્રાઇમ સ્ટોરીમાં કહેવું છે, માતા પિતાની ભૂલ એ હતી કે ભયંકર બનાવના એક મહિના પહેલા પણ પોતાની બાળકી સાથે નરાધમે આશામજીક કૃત્ય કર્યું, માત્ર 10 વર્ષની નાની બાળકી પર વિજય પાસવાન નામના રાક્ષસે રેપ કર્યો, બાળકીએ પોતાના માતા પિતાને વાત પણ કરી, પરંતુ બદનામીના બીકે પરિવારે કોઈને કહ્યું નહીં, અને કોઈ પ્રકારની પોલીસ ફરિયાદ પણ ના કરી અને બાદમાં એનું પરિણામ એટલું ભયાનક અને ભયંકર આવ્યું કે સમગ્ર ભારતમાં આ ઘટના નિર્ભયા કાંડ જેટલી ભયાનક બની, અને આ હવસખોર રાક્ષસે બીજી વખત આવું કૃત્ય કર્યું અને આ વખતે જે કર્યું તે ખૂબ ભયાનક હતું ખૂબ દુખ પહોચાડે તેવું હતું,
શિયાળાની ઠંડી હતી . ઘોર અંધારું હતું. વાતાવરણમાં સન્નાટો હતો. ઝઘડિયાની જીઆઈડીસી અને આસપાસમાં કામ કરતા મજૂરો પોતાની પતરાંની ઓરડીમાં પાછા ફરીને ચૂલો અને તાપણું કરી રહ્યા હતા. આસપાસ કોઈ વસ્તી નહીં, કોઈની અવર જવર નહીં. ટાઢના કારણે મજૂર પરિવારો પણ ઓરડીમાં આખા દિવસના થાક પછી શાંતિથી બેઠા હતા. એક ઓરડીમાંથી વિજય પાસવાન નામનો હેવાન બહાર આવે છે.. 36 વર્ષના આ મજૂર રાક્ષસના મન પર કામ વાસના સવાર હતી. તેની નજરમાં એ દસ વર્ષની બાળકી હતી, જેના પર એક મહિના પહેલાં તે બળાત્કાર કરી ચૂક્યો હતો. ઘોર અંધારમાં બાળકીનું મોઢું દબોચી, પાંચ ફૂટ દીવાલ કૂદીને ઝાડી-ઝાંખરામાં બાળકીના મોઢા પર પથ્થર મારીને અર્ધબેભાન કરી નાંખે છે. પછી એવી હેવાનિયત આચરે છે, એ સાંભળીને ભલભલાનાં રૂવાંડા ઊભાં થઈ જાય.
ભરૂચથી આગળ, વન વગડા જેવો નિર્જન વિસ્તાર એટલે ઝઘડિયા. ઝઘિડાયામાં GIDC છે એટલે આસપાસ ઓરડી બાંધીને મજૂર વર્ગ મોટા પ્રમાણમાં રહે છે. કોઈ સ્થાનિક મજૂરો છે, કોઈ ગોધરાના છે અને ઘણા મજૂરો તો બીજા રાજ્યોમાંથી આવીને રહે છે. 7 મહિના પહેલાં ઝારખંડથી એક પરિવાર મજૂરી કામ માટે આવીને અહીં બીજા મજૂરોની સાથે ઓરડી બાંધીને રહેવા લાગ્યો. આ પરિવારને દસ વર્ષની દીકરી. બીજા બાળકો સાથે રમતી. તો ક્યારેક એકલી એકલી રમતી. એવામાં વિજય પાસવાન નામના મજૂરની નજર આ બાળકી પર બગડી. તે તકની રાહમાં હતો. ગયા મહિને તેણે બાળકીને ફોસલાવીને પોતાની પાસે બોલાવી. રેપ કર્યો. બાળકી રડતી રડતી ઓરડીએ ગઈ ને તેની મમ્મીને વાત કરી. મમ્મીએ તેના પપ્પાને વાત કરી. ત્યારે એના મમ્મી-પપ્પાને એવું થયું કે આપણે ઝારખંડના, વિજય પણ ઝારખંડનો. જો વાત ફેલાશે તો બદનામી થશે. એટલે બાળકીના મમ્મી-પપ્પા કાંઈ બોલ્યા નહીં. અને કોઈ પણ પ્રકારની વાત કે ફરિયાદ પોલીસને પણ કરી નહીં, આ મૌનના કારણે વિજય પાસવાનની હિંમત વધી ગઈ. 16 ડિસેમ્બરની ઢળતી સાંજે તે ફરી બાળકીને ફોસલાવીને-મોઢું દબાવીને પાંચ ફૂટ દીવાલ કૂદાવીને ઝાડી-ઝાંખરા પાછળ લઈ ગયો. અંધારામાં બાળકીને લઈને પહેલાં પછાડી. અવાજ ન કરે એટલે માથામાં પથ્થરનો ઘા મારીને અર્ધબેભાન કરી નાખી. પછી હોઠ પર બટકાં ભરીને લોહી કાઢ્યું. પછી રેપ કર્યો. અહીંથી વાત અટકતી નથી. બાળકી અર્ધબેભાન હતી ને કણસતી હતી. ત્યારે નજીકમાં પડેલો લોખંડનો સળિયો ગુપ્ત ભાગમાં નાંખ્યો અને લોહીનો ફુવારો છૂટ્યો. અર્ધબેભાન હાલતમાં હતી છતાં બાળકીએ ચીસ પાડી… ચીસ પાડી એટલે હેવાન વિજય પાસવાન બાળકીને એ જ હાલતમાં મૂકીને ભાગી ગયો. બાળકી મમ્મી… મમ્મી…. બૂમો પાડી.
કરીને જોર જોરથી બૂમ સંભળાતા તેમની માતા દોડીને જોવા ગઈ ત્યારે તેમના ઘરેથી થોડાક જ દૂર એક દીવાલ પાછળ તે રડતી હતી. જ્યાં બે સ્થાનિક લોકોની મદદથી બાળકીને દીવાલ કૂદાવીને તેમની માતાને આપી હતી. બાળકીની હાલત જોતાં તેને મોઢાના ભાગે ઈજાઓ થયેલી હતી, અને લોહી નીકળતી ચામડી પર ઉઝરડાના નિશાન પડેલા હતા. આ સિવાય ગુપ્તાંગના ભાગેથી પણ લોહી નીકળતું હતું જેથી બાળકીના પિતાને તાત્કાલિક ઘરે બોલાવ્યા, અને રિક્ષામાં બાળકીને હોસ્પિટલમાં લઈ ગયા. જોકે બાળકીને ગુપ્તાંગના વધુ લોહી નીકળતું હોવાથી તેને વધુ સારવાર માટે અંકલેશ્વરની હોસ્પિટલમાં રીફર કરાઈ. અહીંથી ભરુચ સિવિલ હોસ્પિટલ ટ્રાન્સફર કરાઈ. બાળકીને ગુપ્તાંગ સહિત શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા હોવાથી 3 કલાક સુધી તેની સારવાર કરવામાં આવી. વધુ સારવાર માટે તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ. બાળકી વડોદરામાં સારવાર હેઠળ છે.અને આ ઘટનાથી હજાર રહેલ ડોક્ટરોના હાથ પણ ધ્રુજી ગયા.
આ આખી ઘટના સામે આવી ત્યારે બાળકીના મમ્મી-પપ્પાએ વિજય પાસવાનનું નામ આપ્યું. પોલીસ સ્થળ પર પહોંચી તો વિજય પાસવાન ઓરડીની આસપાસ જ હતો. પોલીસે તેને દબોચી લીધો ને આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો. બાળકીની ઓરડીની બરાબર પાછળ આવેલી એક ઓરડીમાં આરોપી રહેતો હતો. ઓરડીમાં રાક્ષસ આરોપી વિજય પાસવાન એકલો રહે છે. એ મૂળ ઝારખંડનો છે અને તેને પણ બે દીકરી છે. તેનો પરિવાર ઝારખંડમાં રહે છે
બાળકી સાથે એટલી ક્રૂરતા થઈ હતી કે, તેના પડઘા ભારતભરમાં પડ્યા છે. પરિવાર અને આરોપી ઝારખંડનો છે એટલે ઝારખંડ સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે. ઝારખંડ સરકારમાં કોંગ્રેસનાં મંત્રી દીપિકા પાંડે સિંહ અન્ય મહિલા અધિકારીઓ સાથે વડોદરા આવી પહોંચ્યાં હતાં. અને દુષ્કર્મ પીડિતા, તેનાં પરિવારજનો અને ડોક્ટરો સાથે મુલાકાત કરી હતી. બાદમાં તેમણે કહ્યું હતું કે બાળકીની હાલત નાજુક છે. તેને વધુ સારવાર માટે હાયર સેન્ટરમાં લઈ જવાની જરૂર હશે તો ઝારખંડ સરકાર તૈયાર છે.
આવા રાક્ષસોને ભયંકર સજા આપવામાં આવે જેથી બીજી વખત આવું કૃત્ય કરનાર રાક્ષસની હિમ્મત ન થાય તેવી સનાતન સત્ય સમાચારની પણ સરકાર સામે માંગ છે
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy